News of Thursday, 5th December 2024
કરજણ ડેમ જળાશયનું સંગ્રહિત પાણી નાંદોદ તાલુકાના ડુંગરોમાં વસતા આદિવાસીઓ માટે આશિર્વાદરૂપ
ડુંગરાળ વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહેતા ખુશી: આદિવાસીઓ નૌકા વિહાર કરીને માછલાં પકડી આજિવિકા પણ મેળવે છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં કરજણ નદી ઉપર આવેલા કરજણ ડેમનું જળાશયનું સંગ્રહ થયેલું પાણી નાંદોદના ડુંગરોમાં થઈને દેડિયાપાડા તાલુકાના કોલીવાડા સોલિયા સુધી ફેલાયેલ છે. નાંદોદ તાલુકાના ડુંગરોમાં વસતા આદિવાસી ખેડૂતો જેવા કે માંડણ, ગાડેત, શહદા અને આસપાસના ડુંગરો વસતા આદિવાસી મશીનમાં પાઈપ લાઈન કરીને ખેતરમાં શિયાળું પાકો માટે સિંચાઈના પાણી લઈ રહ્યા છે. શિયાળું પાકો જેવા કે મકાઈ ઘંઉ ચણા દેશી જુવાર દિવેલા શાકભાજી અને પશુઓ માટે ઘાસચારો મળી રહે તે માટે સિંચાઈના પાણી લઈને ખેતી કરે છે. જંગલ વિસ્તાર અને ડુંગરો હોવાથી જેમ જેમ કરજણ ડેમ જળાશયનું સંગ્રહ થયેલું પાણી ઓછું થાય છે તેવી જગ્યાએ આદિવાસી ખેડૂતો ઉનાળુ પાકો પણ લે છે જમીન કાંપવાળી હોવાથી વિવિધ પાકો સારાં થાય છે. આદિવાસીઓ કરજણ ડેમ જળાશયોમાં સંગ્રહ થયેલા પાણીમાં નાની નાવડી વડે માછલાં પકડવાનું કામ પણ કરે છે અને માછલી પોતાના ખોરાકમાં લઈ વધેલી માછલીઓ વેચીને આજીવિકા મેળવે છે. આમ માંડણ પાસે કરજણ ડેમ જળાશયનું સંગ્રહ થયેલું પાણી ડુંગરાળ વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદ સમાન કહી શકાય
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
