News of Thursday, 5th December 2024
ચકચારી ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ઝડપાયેલા આરોપી સંજય પટોળિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
12 ડિસેમ્બર સાંજના 4 વાગ્યા સુધીના આરોપી પોલીસ રિમાન્ડ પર રહેશે.

અમદાવાદ : અમદાવાદના ચકચારી ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ઝડપાયેલા આરોપી સંજય પટોળિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. બુધવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સંજય પટોળિયાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને. ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 12 ડિસેમ્બર સાંજના 4 વાગ્યા સુધીના આરોપી પોલીસ રિમાન્ડ પર રહેશે. આ દરમિયાન પોલીસ સમગ્ર કાંડમાં તેમની શું ભૂમિકા છે. અન્ય ફરાર બે આરોપીઓ કયા છે ? વગેરે મુદ્દાઓ પર રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરાશે
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
