તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 5th December 2024
રાજકોટમાં ૧૩મીએ ટોચના પોલીસ અધિકારીઓની મહત્વની કોન્ફરન્સ
સીપી બ્રજેશ ઝાનાં નેતૃત્વમાં એડી.સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજજનસિંહ પરમાર, યુવા ડીસીપી જગદીશ બાંગરવા ટીમ દ્વારા તડામાર તૈયારીઓ ગત માસની ૧૪મીએ રાજકોટથી ગાંધીનગર આ બેઠક શીફટ થયેલ : અમદાવાદ, વડોદરા, સુરતના સીપી ગુજરાતભરના રેન્જ વડાઓ ઉપસ્થિત રહેશે પોલીસ કમિશ્નર ઓફીસ અને રાજકોટ રેન્જ વડાની ઓફીસનું નોટ રીડીંગ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા થશે

રાજકોટ તા.પઃ રાજકોટમાં રાજયના ટોચના પોલીસ અધિકારીઓની બેઠકનું તા.૧૩ના રોજ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આયોજન થયેલ છે. જે અંતર્ગત રાજકોટના પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા જેવા અનુભવી આઇપીએસના નેતૃત્વમાં એડી.ડીજી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજજનસિંહ પરમાર અને યંગ આઇપીએસ જગદીશ બાંગરવા ટીમ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અત્રે એ યાદ રહે કે ગત માસની ૧૪ તારીખે આ બેઠક રાખવામાં આવેલ પરંતુ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા વહીવટી સરળતા ખાતર આ બેઠક રાજકોટથી રદ કરી ગાંધીનગર શીફટ કરેલ.
પાટનગરના પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ ભવન ખાતે આખા કાર્યક્રમની રૂપરેખા ઘડવા આયોજન ચાલે છે. રાજકોટના કાર્યક્રમ દરમિયાન નિયમ અનુસાર સિનીયર અધિકારી દ્વારા આ પહેલાના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના સમયમાં જે ઇન્સપેકશન થયેલ તે ઇન્સપેકશન દરમ્યાન જે બાબતો બહાર આવેલ તે પોલીસની ભાષામાં કહીઓ તો નોટ રીડીંગ જયારે ખુદ ડીજીપી હાજર છે ત્યારે તેમની ઉપસ્થિતીમાં કોન્ફરન્સ પછી થશે, રાજકોટ રેન્જનું પણ આ પ્રકારે થશે.
મુખ્ય પોલીસવડા વિકાસ સહાય રાજકોટમાં પોતાના સરકારી કામના આખા શેડયુલ નકકી થયાં પછી સમય મળ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારો સાથે વાતચીત કરે તેવું આયોજન ગાંધીનગર પોલીસ દ્વારા વિચારણામાં છે. સીનીયર આઇપીએસ અધિકારીઓ આગલા દિવસથી આવે તેવી સંભાવના ધ્યાને રાખી તેમના ઉતારા વિગેરેની વ્યવસ્થા અંગે પ્લાનીંગ, ગૃપ ફોટોગ્રાફ, સ્મૃતિ ચિન્હ આપવા વિગેરે બાબતે પણ સુદ્રઢ રીતે પ્લાનિંગ શરૂ થયાનું સુત્રો જણાવે છે.
અત્રે એ યાદ રહે કે જે રીતે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા બાદ સ્વાતંત્ર અને પ્રજાસતાક પર્વની ઉજવણી જુની પરંપરા મુજબ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં થતી તેમાં આમુલ ફેરફાર કરી રાજયના વિવિધ ભાગોમાં કરી સમગ્ર રાજયમાં ઉત્સાહ પ્રેર્યો તે તર્જ મુજબ રાજયના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પણ સ્ટેટ લેવલની મહત્વની કોન્ફરન્સ સમયાંતરે રાજયોના વિવિધ મહાનગરોમાં યોજવાની પ્રથા ચાલુ કરેલ છે. આ અગાઉ વડોદરા ખાતે આ કોન્ફરન્સ ખુબ સિફતપુર્વક ખુબ પ્લાનીંગ સાથે યોજવામાં આવેલ. રાજકોટ ખાતે આ કોન્ફરન્સ માટે પોલીસ કમિશનર ઓફીસનો કોન્ફરન્સ હોલ કે ક્રાઇમ બ્રાંચનો કોન્ફરન્સ હોલ બંન્ને માંથી એક સ્થળ નકકી કરવા પોલીસ કમિશ્નર/એડી.પોલીસ કમિશ્નર, વિગેરે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજજનસિંહ પરમાર, ડીસીપી જગદીશ બાંગરવા વિગેરે દ્વારા સાથે વિચારણા ચાલી રહયાંનું સુત્રો જણાવે છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
