<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

અમદાવાદમાં વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાન એસટી બસે 65 વર્ષીય વૃધ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

એસટી બસ જોધપુરથી અમદાવાદ આવતી હતી ત્યારે વીએસ હોસ્પિટલ નજીક મૂળ શાહપુરના રહેવાસી મયંકભાઈ શાહને અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત

અમદાવાદ : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે 65 વર્ષીય આધેડને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. 

  પ્રાથમિક માહિતી મુજબ એસટી બસ જોધપુરથી અમદાવાદ આવી રહી હતી તે સમયે વીએસ હોસ્પિટલ નજીક મૂળ શાહપુરના રહેવાસી મયંક શાહને અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

(1:20 PM IST)