તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 5th December 2024
ઊંઝા APMC ચૂંટણીનો જામ્યો માહોલ :100 ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા : વેપારીઓ તેમજ ઉમેદવારોના જમાવડા
સોમવારે જે ઉમેદવારો ઈચ્છે તે પોતાના ફોર્મ પરત ખેંચી શકશે:આખરી યાદી પ્રસિદ્ધ કરાયા બાદ 16મીના રોજ મતદાન થશે :17મીના રોજ પરિણામ જાહેર કરાશે.

અમદાવાદ :એશિયાની સૌથી મોટી એવી ઊંઝા એપીએમસીમાં 15 ડિરેક્ટરો ચૂંટવા માટે ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. બુધવારનો દિવસ ફોર્મ ભરવા માટે નિર્ધારીત કર્યો હોવાથી સવારથી જ APMCમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો. વેપારીઓ તેમજ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના જમાવડા વચ્ચે સવારે 11 કલાકે ફોર્મ સ્વીકારવાની શરૂઆત કરાઈ હતી. ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કરવા માટે ઉમેદવારો લાઈનમાં લાગી ગયા હતા.
મહત્ત્વનું છે કે, શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ 3 દિવસ અવકાશ રાખ્યા બાદ સોમવારે જે ઉમેદવારો ઈચ્છે તે પોતાના ફોર્મ પરત ખેંચી શકશે. તે બાદ આખરી યાદી પ્રસિદ્ધ કરાયા બાદ 16મીના રોજ મતદાન, 17મીના રોજ પરિણામ જાહેર કરાશે.
ગઈકાલે સાંજે 5 કલાક સુધીમાં ફોર્મ જમા થતાં કુલ 100 ઉમેદવારી ફોર્મ આવ્યા હતા. જેમાં સૌથી વધુ ફોર્મ 74 ખેડૂત વિભાગમાં, વેપારી વિભાગમાં 24 ફોર્મ અને ખરીદ વેચાણ માટે 2 ઉમેદવારી ફોર્મ જમા થયા હતા. હવે આજે ગુરૂવારે આ તમામ ફોર્મની ચકાસણી કરાશે.
ઊંઝા એપીએમસીની ચૂંટણી 15 ડિરેક્ટરો ચૂંટવા માટે યોજાશે. જેમાં 10 ડિરેક્ટરો ખેડૂત વિભાગમાંથી, 4 ડિરેક્ટરો વેપારી વિભાગમાંથી અને 1 ડિરેક્ટર ખરીદ વેચાણ વિભાગમાંથી ચૂંટવામાં આવશે. આ સિવાય 1 ડિરેક્ટર નગરપાલિકાના પ્રતિનિધિ અને 2 ડિરેક્ટર સરકારે મુકવાના હોવાથી તે માટે ચૂંટણી યોજાતી નથી.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
