<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

અમદાવાદ એરપોર્ટ પરથી 48 લાખના સોનાના દાગીના 1400 સિગરેટ જપ્ત

અબુધાબીથી અમદાવાદ આવેલી એક મહિલા પાસેથી 18 કેરેટના સોનાના દાગીના અને 1400 સિગારેટ પણ મળી: અન્ય એક પેસેન્જર જેદાહથી અમદાવાદ આવ્યો તેની બેગ તપાસતા 14 લાખની કિંમતના રોડિયમ કવોટેડ ગોલ્ડ ચેનો મળી

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમના અધિકારીઓએ એક મહિલા પેસેન્જર અને એક પુરુષ પેસેન્જરની બેગમાંથી કુલ 48 લાખના સોનાના દાગીના જપ્ત કર્યા છે. એટલું જ નહીં મહિલા પેસેન્જર પાસેથી 1,400 જેટલી સિગારેટ પણ કસ્ટમર કરી છે.

અબુધાબીથી અમદાવાદ આવેલી એક મહિલા પાસેથી 18 કેરેટના સોનાના દાગીના મળી આવ્યા હતા. જેની કિંમત 34 લાખ થાય છે મહિલા પાસેથી 1400 સિગારેટ પણ મળી આવી હતી. એટલું જ નહીં અન્ય એક પેસેન્જર જેદાહથી અમદાવાદ આવ્યો હતો. કસ્ટમના અધિકારીઓએ તેની પૂછપરછ કરી હતી.

પરંતુ પેસેન્જરે પોતાની પાસે કંઈ પણ નહીં હોવાનું જણાવ્યું હતું. કસ્ટમ વિભાગે તેની બેગ ખોલતા રોડિયમ કવોટેડ ગોલ્ડ ચેનો મળી આવી હતી. તેની કિંમત 14 લાખ રૂપિયા થાય છે. કસ્ટમના એક્સરે મશીનમાં સોનાની ચેન પકડાઈ નહીં તે માટે સોનાની ચેનની ઉપર રોડિયમ કોટેડ કરી દેવામાં આવ્યું હતું. તેમ છતાં પણ પેસેન્જર પકડાઈ ગયો હતો. હવે કસ્ટમ પાસે નવા બેગેજ સ્ક્રિનિંગ મશીનો આવી ગયા હોવાથી પેસેન્જર કસ્ટમ ડ્યુટીની ચોરી કરી શકશે નહીં.

(12:07 PM IST)