News of Thursday, 5th December 2024
એક સપ્તાહમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં નરમાઇ:સીંગતેલમાં 15 કિલોના ડબ્બે 70 રૂપિયા ઘટ્યા
પીલાણ માટે કાચા માલની આવકો વધતાં તેલનો પુરવઠો પર્યાપ્ત રહેતા ભાવમાં દબાણ

અમદાવાદ :દિવાળીની રજાઓ બાદ હવે મગફળી અને કપાસિયાની આવકો વધી છે તેના પગલે વિતેલા એક સપ્તાહમાં ગુજરાતના મુખ્ય ખાદ્યતેલ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. પીલાણ માટે કાચા માલની આવકો વધતાં તેલનો પુરવઠો વધી રહ્યો છે તે જોતાં ભાવમાં પીમે પીમે ઘટાડો ચાલુ રહેવાની ધારણા છે. આ ઉપરાંત સોયાબીન તેલની આવક પણ વધવાથી તેના ભાવમાં પણ ઘટાડો થયો છે.
ગુજરાત રાજ્ય ખાદ્યતેલ વેપારી મહામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલા ભાવ મુજબ એક સપ્તાહમાં સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ રૂપિયા 70 થટીને રૂપિયા 2,950 થયો છે. સિંગતેલ ૫ લિટર કેન રૂપિયા 10 ઘટી રૂપિયા 830 થયું છે. તેવી જ રીતે કપાસિયા તેલનો ભાવ રૂપિયા 50 ઘટી રૂપિયા 2,350 પતિ 15 કિલો થયો છે.
અન્ય તેલમાં સોયાબીન 15 કિલો ડબ્બાનો ભાવ રૂપિયા 100 નીચે આવીને રૂપિયા 2,250 પર પહોંચ્યો છે. જ્યારે આયાતી તેલોમાં પામ તેલ રૂપિયા 2,230 પ્રતિ 15 કિલો, રાઈસબાન તેલ 15 લિટર રૂપિયા 2,300, સનફ્લાવર તેલ રૂપિયા 2,250 પ્રતિ 15 લિટર અને મકાઈ તેલનો ભાવ રૂપિયા 2,250 પ્રતિ 15 લિટરના સ્તરે સ્થિર છે.
ગુજરાતમાં મગફળીની દૈનિક આવક વધીને 2.50 લાખ ગુણીની થઈ છે અને ભાવ પ્રતિ મણ રૂપિયા 900-1,200ની રેન્જમાં રહે છે. તેવી જ રીતે કપાસની આવક 1.75 લાખ મણ રહે છે અને કપાસિયાનો ભાવ રૂપિયા 625-945 પ્રતિ 20 કિલો આસપાસ રહે છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
