<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

કંથારપુર વડને પ્રવાસન ધામ બનાવાશેઃ વિકાસ કામો નિહાળતા રમેશ મેરજા

ગાંધીનગર નજીકના કંથારપુર ગામમાં આવેલ વડને પ્રવાસન સ્‍થળ તરીકે વિકસાવવાની કામગીરીનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજાએ નિરીક્ષણ કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

ગાંધીનગર, તા., પઃ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની પરિકલ્‍પના વિરાસતભી ઔર વિકાસભી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલાં કંથારપુર ગામે આવેલો ૫૦૦ વર્ષ જુના વડને પ્રવાસન સ્‍થળ  તરીકે વિકસાવવાની કામગીરી કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત કલેકટર ગાંધીનગર સહિત જિલ્લાના અધિકારીઓ વારંવાર સ્‍થળ તપાસ કરી કાર્ય મુલ્‍યાંકન કરતા રહે છે.

 કંથારપુર વડને પ્રવાસન સ્‍થળ તરીકે વિકસાવવા માટે ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ અર્થે ગઇકાલે  ડેવલપમેન્‍ટ પ્‍લાન્‍ટ અંતર્ગત તમામ એજન્‍સીઓની મુલાકાત કરવામાં આવી હતી.આ નિરીક્ષણ મુલાકાત દરમિયાન સેક્રેટરી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી રમેશ મેરજા સહિત ગાંધીનગર પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રુપિયા ૧૫.૭ કરોડના ખર્ચે વિકાસ પામનાર આ પ્રવાસન સ્‍થળ અંદાજે એપ્રિલ ૨૦૨૫ પૂર્ણ થશે. આ વિકાસ કાર્ય પૂર્ણ થવાથી પાટનગર ગાંધીનગરમાં એક વધુ આકર્ષણનું કેન્‍દ્ર અને પ્રવાસન ક્ષેત્ર ઉભું થશે.

(12:08 PM IST)