<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

ગિરિમથક સાપુતારા સહીત તળેટી વિસ્તારોમાં ઝરમર વરસાદી ઝાપટા સાથે ઠંડીનો ચમકારો

તાપમાન ગગડતા ઠંડીને પગલે માર્ગો સુમસામ બન્યા:કમૌસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા

ડાંગ જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળાડીબાંગ વાદળો સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગિરિમથકમાં કમૌસમી વરસાદી ઝાપટું પડ્યુ છે. સાપુતારા સહીત તળેટી વિસ્તારોમાં ઝરમર વરસાદી ઝાપટા સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તાપમાન ગગડતા ઠંડીને પગલે માર્ગો સુમસામ બન્યા છે. કમૌસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે

(11:00 AM IST)