<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

કબ્‍જે થયેલ મોબાઈલ, સોનાના દાગીના સહિત લાખોનો મુદ્દામાલ પરત...લોકો આભારવશ બન્‍યા

રીઢા ગુનેગારોને પોલીસ ઓળખે, વોચ રાખે એટલા કાર્યથી સીપી, જેસીપી સંતોષ માનતા નથી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, નીરજ બડગુજ્જર, રવિ સનીના માર્ગદર્શનમાં એસીપી યુવરાજસિંહ ગોહિલના નેતૃત્‍વમાં અમદાવાદમાં ચાલતા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે જાણવા જેવું

 

રાજકોટ તા.પઃ  અમદાવાદ શહેરમાં  રીઢા ગુનેગારો સામે જંગ માંડી , એક રીઢા ગુનેગાર પર એક પોલીસ તથા આવા અપરાધીને દરેક પોલીસ ઓળખી કાઢે તેવા રાજયના પોલીસ વડાના મહત્‍વના પ્રોજેક્‍ટની અમલવારી કરવા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક તથા સેકટર વડા નીરજ બડગુજ્જર સક્રિય બનવા સાથે રિકવર થયેલ મુદ્દામાલ લોકોને પરત મળે તેવું આયોજન ગોઠવવા તમામને સૂચના આપી છે, આ જાણીતી વાત છે.                             

આવી સૂચના અંતર્ગત વિવિધ વિસ્‍તારો માફક ઝોન ૬ વિસ્‍તારમાં ડીસીપી રવિ સેનીના માર્ગદર્શન હેઠળ એસીપી યુવરાજસિંહ ગોહિલના નેતૃત્‍વમાં આવું કાર્ય ઝડપભેર ચાલી રહ્યું હોવાથી લોકોમાં ભારે પ્રશંસા થય રહેલ છે.  

અત્રે એ યાદ રહે કે યુવરાજસિંહ ગોહિલ પોતાના સુરતના કાર્યકાળમાં આ પદ્ધતિ અસરકારક રીતે અમલમાં મુકેલ જેનો લાભ અમદાવાદનાં લોકોને પણ મળી રહ્યો છે.

(12:10 PM IST)