તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 4th December 2024
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવી કોંગ્રેસની બૌદ્ધિક નાદારી
કોંગ્રેસે ચૂંટણી પંચના આ પડકારનો સ્વીકાર કરવો જોઈએ તેને બદલે કોંગ્રેસ પાર્ટી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા ઝુંબેશ શરૂ કરશે

વડોદરા: કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે એ એવી જાહેરાત કરી છે કે, કોંગ્રેસ દેશભરમાં મતપત્ર દ્વારા ચૂંટણી કરાવવા માટે ઝુંબેશ શરૂ કરશે. તેનો અર્થ કોંગ્રેસને ચૂંટણી પંચ વ્દારા ચૂંટણી કાર્યમા ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીન સામે અવિશ્વાસ.!
દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાએ કોંગ્રેસને સતત હાર આપી છે. જનતાના આ ચુકાદાનનો કોંગ્રેસે નૈતિક રીતે ખુલ્લા હૃદયે સ્વીકાર કરવાને બદલે ઇવીએમ મશીનને દોષ આપવામાં આવી રહ્યો છે.!
ચૂંટણી પંચે સ્પષ્ટ જાહેરાત કરી છે કે, ઇવીએમ મશીનમાં કોઈપણ રીતે ગરબડ થાય એવી કોઈ શક્યતા જ નથી, તેમ છતાં જેમને આશંકા હોય તેઓ ચૂંટણી પંચના પડકારને પુરવાર કરી શકે છે. કોંગ્રેસે ચૂંટણી પંચના આ પડકારનો સ્વીકાર કરવો જોઈએ તેને બદલે કોંગ્રેસ પાર્ટી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા ઝુંબેશ શરૂ કરશે, એવું કહીને કોંગ્રેસે બૌદ્ધિક નાદારી જાહેર કરી છે.!!
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
