તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
રાજપીપળા કાર માઈકલ પુલની દીવાલ તૂટવા મામલે, ગજેબો બનાવવા માપ સેટ કરાયું હોવાનું બહાર આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:aki રાજપીપળા શહેર ના કોલેજ રોડ ઉપર તૈયાર થઈ રહેલા કાર માઈકલ પુલ બનવાની કામગીરી ઘણા સમયથી કાર્યરત છે પરંતુ હાલમાં ત્યાં એક સાઈડ ની દીવાલ તૂટી પડી હોવાની વાત જાણવા મળતા આ બાબત શહેર માં ફેલાઈ હતી
ત્યારે અમે આ મામલે ઘટના સ્થળે તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાં ગઝેબો બનાવવા ની જગ્યા સ્થળ પર માપ પ્રમાણે સેટ કરવા તથા વોલ ના રિબારીગ કરી ગઝેબો અને વોલ રીબારિંગ કરી નવેસરથી વોલ અને ગઝેબો ઊભો કરવામાં આવશે તેમ બીજલ ગાંધી એજન્સી ના સાઈડ ઇજનેર તેજસભાઇ દેસાઈ એ જણાવ્યું અને ત્યાં નીચેના ભાગે છેલ્લા બે દિવસથી હિટાચી મશીન દ્વારા આ કામગીરી ચાલુ છે સાથે સાથે પુલ ઉપર બાકી ની કામગીરી પણ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
એકાદ અઠવાડિયા માં પુલ ઉપર ની કેટલીક કામગીરી પૂર્ણ થયે પુલ ઉપરથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડી પણ જતી આવતી થઈ જશે ફક્ત મોટા વાહનો માટે આ પુલ બંધ રહેશે તેમ તેજસ દેસાઈ એ જણાવ્યું હતું.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
