તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
નર્મદા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરે કતલખાને લઈ જવાતો 5 ભેંસો ભરેલ પીકઅપ પકડી પોલીસને સોંપ્યો
રાજપીપળા વડીયા જકાતનાકાથી વીએચપી અને બજરંગ દળના કાર્યકર પ્રેમ વસાવા એ ભેસો ભરેલા પીકઅપને પકડી પોલીસને હવાલે કર્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર પ્રેમસીંગકુમાર અકલેશભાઇ વસાવા (રાજપુત) નાઓ એ રાજપીપળા પોલીસના આપેલી ફરિયાદ મુજબ તેમણે મળેલી બાતમીના આધારે ગત રાત્રે તેઓએ વડીયા જકાતનાકા પાસે વોચ રાખી ભેંસો ભરેલા પીકઅપ ટેમ્પો ને અટકાવી પોલીસ ને સોંપતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા (જકાતનાકા) પાસે પીકઅપ ગાડી નંબર GJ-22-U- 2445 માં વાહન ચાલક સાહિલભાઇ સહિદભાઇ મુલ્તાની, રહે.ઝંખવાવ તા.માંગરોલ જી.સુરતનાઓ પોતાનાં કબ્જાનાં વાહનમાં ભેંસોને ખીચોખીચ ભરી ટુંકા દોરડાથી બાંધી, ઘાસચારો કે પાણીની વ્યવસ્થા તેમજ ઉભા રહેવા માટે તળીએ રેતી કે માટી તેમજ ઘાસની ગાદી નહી રાખી વાહન લઇ જવા માટે સક્ષમ અધિકારી પાસેનું પરમીટ તેમજ પશુ-હેરફેર માટે સ્પેશીયલ લાયસન્સ નહી રાખી પોતાના મળતીયા આફતાબ અબ્બાસભાઇ મુલ્તાની, રહે.ઝંખવાવ સાથે કતલખાને લઇ જવાનાં ઇરાદેથી હેરાફેરી કરતા નાકાબંધી દરમ્યાન ભેસો નંગ-૦૫ જેની કિ.રૂ.૧.૫૦.૦૦૦/-તથા પીકઅપ ગાડી નંબર GJ-22-U-2445 ની કિં.રૂ.૩,૦૦, ૦૦૦/-મળી કુલ મુદ્દામાલ કિં. રૂ.૪.૫૦.૦૦૦/-નો મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરતા રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
