તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
કાકા સામે ખેતીની જમીનમાં ભાગ મેળવવા કરેલ દાવામાં ડેડીયાપાડા કોર્ટે ભાગ ઠરાવી આપતો હુકમ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ડેડીયાપાડાની સીમમાં આવેલ ખેતીની જમીનો બાબતે સુમિત્રાબેન ભંગડા (રહે. બંગલા ફળિયા ડેડીયાપાડા) ના એ તથા તેમની બહેનો અને માતા એ પોતાની વડીલો પાર્જીત ખેતીની જમીનોમાં કાકા સીગા હીરીયા વસાવા રહે. બંગલા ફળીયા ડેડીયાપાડા સામે પોતાનો ભાગ મેળવવા મહે.ડેડીયાપાડા ના એડિશનલ સિવિલ જજ સાહેબની કોર્ટમાં નંબર 40/22 થી દાવો કરેલો, વાદી સુમિત્રાબેન તરફે વકીલ એમ.જી કુરેશી, રાજપીપલા એ હાજર રહી દલીલો કરતાં ડેડીયાપાડા કોર્ટ એ સરખા ભાગ હિસ્સો ઠરાવી આપતો દાવો મંજૂર કરતો હુકમ કર્યો છે.
ખરેખર જે શખ્શોનો જમીન મિલકતમાં જન્મથી ભાગ, હિસ્સો, હકક, હોવા છતાં તેમના જ સગાઓ ભાગ હિસ્સો આપતા નથી તેવા શખ્શો માટે લાલ બત્તી સમાન આ ચુકાદો સમગ્ર વિસ્તારમાં ચર્ચા માં રહ્યો હતો.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
