News of Tuesday, 3rd December 2024
નર્મદા જિલ્લામાં સરકારી જમીનમાં ટાવર ઉભા કરવા છતાં નેટની કનેક્ટિવિટી મળતી નથી
મેડિકલ સારવાર, આગની ઘટના કે કોઈ અણબનાવ વખતે નેટવર્ક નહિ મળતા મોટી મુશ્કેલી:ડિજીટલ ઇન્ડિયાના નામે લફક્ત સોફ્ટવેર કંપનીઓ અને દૂરસંચાર કંપનીઓનો જ વિકાસ થઈ રહ્યો છે.?

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા :નર્મદા જિલ્લા સહિત ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં દૂરસંચાર કંપનીઓએ સરકારી જમીનમાં ટાવર ઉભા કરી દીધા હોવા છતાં નેટની કનેક્ટિવિટી મળતી નથી, સર્વર ચાલતા નથી જિલ્લા કચેરી તાલુકા કચેરીમાં આવી જ પરિસ્થિતિ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં શું હાલત થતી હશે.. ? સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે પરંતુ નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સર્વરની મોટી સમસ્યા લોકોને સતાવી રહી છે ત્યારે આપણે કઈ સદીમાં જઈ રહ્યા છે એ સમજતું નથી જાણે ફક્ત સોફ્ટવેર કંપનીઓ અને દૂરસંચાર કંપનીઓનો જ વિકાસ થઈ રહ્યો છે.?
વાત કરીએ નર્મદા જિલ્લાની તો જિલ્લાના કેટલાય ગામોમાં આજે પણ મોબાઈલ નેટવર્કના ધાંધિયા છે જેમાં અમુક વિસ્તારમાં તો કોઈ બીમાર દર્દી માટે ૧૦૮ કે કોઈ મોટી ઘટનામાં પોલીસ કે ફાયર બોલાવવી પણ નેટવર્ક નહિ મળવાના કારણે ક્યારેક લોકો મુશ્કેલી માં મુકાઈ છે અને સમયસર નહિ પહોંચી વળતા બીમાર દર્દીનું મોત થાય જ્યારે આગ જેવી ઘટનામાં બધું સ્વાહા થઈ જવાની ઘટના બને છે. ત્યારે ડિજીટલ ઇન્ડિયા જાણે ફક્ત કાગળ અને જાહેરાતો પર જ હોય એમ જણાય છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
