તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડતા કોંગ્રેસે ચાર આગેવાનોને કર્યા સસ્પેન્ડ
- માઈનોરીટી ડિપાર્ટમેન્ટનાં ઈમ્તિયાઝ કાદરી એ AICC દિલ્હી ખાતે પોતાનું રાજીનામું મોકલ્યું હતું.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે તમામ પાર્ટીઓ આ ચૂંટણી ની તૈયારીઓ માં લાગી ગઈ છે. એ પહેલા કેટલીક ગ્રામપંચાયતો ની ટર્મ પૂરી થતી હોય તેની ચૂંટણી આવશે જેથી રાજકીય પાર્ટીઓ સંગઠન મજબૂત કરવા બેઠકોનો દોર શરૂ કર્યો જેમાં પાર્ટી વિરોધી કાર્ય કર્યું હોય કે અન્ય પાર્ટીમાં જોડાયા હોય તેવા કાર્યકરો ને સસ્પેન્ડ પણ કરવામાં આવી રહ્યા છે.
નર્મદા જિલ્લા કોંગ્રેસ પાર્ટીમાં હોદ્દા ધરાવતા અને પાર્ટીના સભ્ય એવા 4 હોદ્દેદારોને કોંગ્રેસ પાર્ટી એ સસ્પેન્ડ કર્યા છે. અને બાકીની યાદી હજુ આવશે. હાલમાં માઈનોરીરી સેલનાં પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ઈમ્તિયાઝ અલી કાદરી ભાજપ માં જોડતા પાર્ટી વિરુદ્ધ ગયા હોય તેમને ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે તેઓ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારબાદ 19 માર્ચ 24 નાં રોજ AICC દિલ્હી માઈનોરીટી ડિપાર્ટમેન્ટમાં પોતાનું રાજીનામું આપી દીધું હતું.
જોકે પ્રદેશ કક્ષાએથી હાલ એક્શન લેવાયા છે. જ્યારે તેમના દીકરી શાહિનુર શાહરૂખખાન પઠાણ કે જે કોંગ્રેસ પક્ષમાંથી રાજપીપળા નગરપાલિકાનાં સદસ્ય છે. તેઓ પણ ભાજપમાં જોડાતા તેમને પણ કોંગ્રેસ પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સાથે જિલ્લા પંચાયતના સભ્ય ભગવતીબેન હરેશ ભાઈ તડવી કોંગ્રેસના સભ્ય હોવા છતાં ભાજપ માં જોડાયા તેમને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજપીપળા શહેર પ્રમુખ મિતેશ ભરતભાઈ પટેલ પણ ભાજપમાં જોડાતા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સૂચનાથી સિસ્ત સમિતિના બાબુભાઈ પટેલ દ્વારા સસ્પેન્ડ લેટર જાહેર કરવામાં આવ્યા છે
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
