<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

કાલોલ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રાકેશ સુતરીયા 10 હજારની લાંચ લેતા ઝડપાયો

પડતર જમીન ખેડવાની સંમતિ માટે સર્કલ ઓફિસરે 1 લાખની કરી હતી માંગણી કરી હતી

કાલોલ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર 10 હજારની લાંચ લેતા ઝડપાયા છે.

કાલોલ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રાકેશ સુતરીયા 10 હજારની લાંચ લેતા ઝડપાયા છે. પડતર જમીન ખેડવાની સંમતિ માટે સર્કલ ઓફિસરે 1 લાખની કરી હતી માંગણી કરી હતી. ત્યારે આ 1 લાખની રકમ હપ્તે આપવાનું નક્કી થતાં આજે 10 હજાર રૂપિયા અરજદાર પાસે સ્વીકારતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયો છે. 

કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાકેશ કુમાર કશના ભાઈ સુથારીયા સામે ACBમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

  ફરિયાદીએ જણાવ્યું હતું કે, સરકારી પડતર જમીન ખેડાણ માટે માંગવાની અરજીના બદલામાં આ સરકારી કર્મચારી દ્વારા એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો રકમ એક સામટી ન અપાય તો ટુકડે ટુકડે આપવાની શરતે અરજી મંજૂર કરવાની વાત થઈ હતી. 


 

(6:38 PM IST)