તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેસર પાઇપ ફાટતા બ્લાસ્ટ : 4 કામદારોના ઘટના સ્થળે મોત
અંકલેશ્વર જીઆઇડીસીમાં દુર્ઘટના સર્જાતા દોડધામ મચી ગઈ : કેટલાક કામદારોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા :ફાયર ફાયટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ

અંકલેશ્વર તા.૩ : અહીની GIDCમાં ફરી એકવાર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર GIDCમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા આ સાથે કેટલાક કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી રહી છે.
અંકલેશ્વર GIDCમાં ડેટોક્સ ઇન્ડિયા કંપની આવેલી છે. જેમાં બપોરના સમયે એકાએક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જોરદાર અવાજ થતાં જ કંપનીમાં નાસભાગ મચી ગઈ હતી. જ્યારે બ્લાસ્ટની ઘટનામાં નજીકમાં જ કામ કરી રહેલા ચાર કામદારોના મોત થયા હોવાની માહિતી મળવા પામી છે. જ્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.
બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેસર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.હાલ વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
