તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
એસ.ટી. નિગમના કર્મચારીઓને ગ્રેચ્યુઇટીમાં ૨૫ લાખનો લાભ આપોઃ યુનિયનોનો પત્ર

રાજકોટ તા. ૩: ગુજરાત એસટી બોર્ડના ત્રણ યુનિયનોએ નિગમના ઉપાધ્યક્ષને પત્ર પાઠવી નિગમનાા કર્મચારીઓને રૂા. ૨૫ લાખ ગ્રેચ્યુઇટી કરવા માંગણી કરી હતી સંદર્ભઃ ગુજરાત સરકારશ્રી નાણા વિભાગ ઠરાવ ક્રમાંક પત્રમાં ઉમેરાયુ હતું. કે રાજય સરકારના નાણા વિભાગ દ્વારાતા. ૩૦/૧૧/૨૪ થી રૂા. ૨૫ લાખ ગ્રેજયુઇટી કરવા ઠરાવ કરાયેલ છે. જે લાભ નિગમના કર્મચારીઓને મળવાંપાત્ર હોઇે સદર ઠરાવ મુજબ તા. ૦૧/૦૧/ ૨૦૨૪ કે ત્યારબાદ નિવૃત/અવસાન પામેલ કર્મચારીઓ માટે નિવૃતિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટીની મહતમ મર્યાદા રૂા. ૨૦ લાખ થી વધારીને રૂા.૨૫ લાખ કરાયેલ છે તેનો અમલ એસ ટી નિગમમાં ત્વરિત કરવા માંગણી છે આવા લાભો ચુકવવામાં વિલંબ થશે તો ંકંટ્રોલીંગ ઓથોરીટી, ગ્રેચ્યુઇટી સમક્ષ કર્મચારી આ લાભો મેળવવા માંગણી કરી શકાશે જે ધ્યાને લઇ અમલવારી અંગે સૂચનાઓ પ્રસિધ્ધ કરી અમોને જાણ કરવા વિનંતી છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
