<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

રાજ્‍ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ-૩નું આયોજન : સ્‍પર્ધાઓમાં ભાગ લેવા તા. ૫ થી તા. ૨૫ ડિસેમ્‍બર સુધી રજીસ્‍ટ્રેશન થશે

રાજકોટ તા. ૩ : સ્‍પોર્ટ્‍સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખેલમહાકુંભનું આયોજન કરાયું છે. જેમાં શાળા-ગ્રામ્‍ય,તાલુકા - ઝોન કક્ષા, જીલ્લા-મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા(ટીમ રમત) અને છેલ્લે રાજયકક્ષાની સ્‍પર્ધા યોજાશે.ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં -૧૧, અં-૧૪ અને અં-૧૭ ની વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્‍લેટીક્‍સ રમતમાં તમામ શાળાઓએ ભાગ લેવાનો રહેશે.

ખેલ મહાકુંભ ૩.૦ નું ઓનલાઈન રજીસ્‍ટેશન તા. ૦૫-૧૨-૨૦૨૪ થી તા. ૨૫-૧૨-૨૦૨૪ સાંજે ૬.૦૦ સુધીની રહેશે. જેમા શાળાના બાળકોથી લઈને ૬૦ વર્ષથી ઉપરની વય જૂથના વડીલો પણ રજિસ્‍ટ્રેશન કરી શકશે.

ખેલ મહાકુંભમા ભાગ લેવા માટે  વેબ સાઈટ https://khelmahakumbh. gujarat.gov.in પર ફરજીયાત ઓનલાઈન રજિસ્‍ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્‍યેક ખેલાડી મહતમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. અં-૯, અં -૧૧, અં-૧૪ અને અં-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્‍યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી રજિસ્‍ટ્રેશન કરવાનું રહેશે.

કોલેજમાં અભ્‍યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્‍ટ્રેશન કરી શકશે. અભ્‍યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જીલ્લાની જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર પરથી પોતાના વયજૂથમાં રજિસ્‍ટ્રેશન કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર રાજકોટ દ્વારા અખબારી યાદીમાં ઉમેરાયું છે.

(3:56 PM IST)