News of Tuesday, 3rd December 2024
ગુજરાતના આઇ.એ.એસ. કેડરના ૧૩ અધિકારીઓ મસુરી તાલીમમાં
સૌરાષ્ટ્રમાંથી રાણાવાસિયા, જી.એચ. સોલંકી અને પરિમલ પંડયાનો સમાવેશ

રાજકોટ તા. ૩: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના આઇ.એ.એસ. કેડરના ૧૩ અધિકારીઓને તા. ર થી ૭ ડીસેમ્બર સુધી મસુરી ખાતે મીડ કેરિયર તાલીમ કાર્યક્રમમાં મોકલવામાં આવ્યા છે. ર૭ નવેમ્બરે જાહેર થયેલ યાદીમાં રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીનું નામ યાદીમાં હતું પણ પછી ફેરફાર થતા તેઓ તાલીમમાં નહિ ગયાનું અને હાલ રાજકોટમાં ફરજ પર હોવાનું જાણવા મળે છે.
જે ૧૩ અધિકારીઓ મસુરી તાલીમમાં ગયા છે તેમાં કલેકટરો અનિલ રાણાવાસિયા (જૂનાગઢ), ડો. પારધી સૌરભ (રાજકોટ), આશિષકુમાર (છોટા ઉદેપુર), ૪ ડી.ડી.ઓ. એમ. જે. દવે (બનાસકાંઠા), પરિમલ પંડયા (અમરેલી), જી. એચ. સોલંકી (ભાવનગર), એચ. એમ. વોરા (સાબરકાંઠા), ઉર્જા વિકાસ નિગમના શ્વેતા તેઓટીયા, વાસ્મોના સી.ઇ.ઓ. સ્તૃતી ચારણ, પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ મયુર મહેતા, રોજગાર તાલીમ નિયામક ગાર્ગી જૈન, અરવલ્લીના કલેકટર પ્રશસ્તી પરીક વગેરેનો સમાવેશ થાય છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
