તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
ર૧ વર્ષથી વોન્ટેડ આરોપી પછી ૧૮ વર્ષથી વોન્ટેડ આરોપી સુરત પીસીબીએ ઝડપી લીધો
મર્ડર કરી ઉત્તર પ્રદેશનો આ શખ્સ ગાંધીનગરમાં છુપાયો હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં ટીમ સુકાની પીસીબી, પીઆઇ આર.એસ. સૂવેરા ટીમે ઓપરેશન હાથ ધર્યુ : એક રીઢા ગુનેગાર પર એક પોલીસની જવાબદારી ફિકસ કરતો વિકાસ સહાયનો ડ્રીમ પ્રોજેકટ અનુપસિંહ ગેહલોત માટે તો દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયું... : સુરત પોલીસ કમિશ્નરનાં આદેશ અનુસાર ૧૦૦ રીઢા ગુનેગારોનો મેળા જેવુંં આયોજન તમામ પોલીસ મથક દ્વારા ઓળખ, તમામને આકરી ચેતવણી અપાઇ

રાજકોટઃ તા.૩ રાજયમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો પડઘો ગાંધીનગર સુધી પડયો છે. પોતાની સૌમ્ય પ્રકૃતિ માટે જાણીતા રાજયના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ સિનિયર આઇપીએસ અધિકારીઓની બેઠકમાં કડક ભાષામાં પોતે અમલમાં મુકેેલ ખૂબ રીઢા ગુનેગારોને જૂની પદ્ધતિ મુજબ દરેક પોલીસ તેને ઓળખે. તેને કંટ્રોલમાં રાખે અને એક ગુનેગાર પર એક સ્ટાફની બાજ નજર રાખવાની વ્યવસ્થા સુરતમાં જડબેસલાક રીતે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા અમલમાં આવતા ખૂબ સુંદર પરિણામ હર્ષ સંઘવી દ્વારા તથા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા નોંધ લેવામાં આવી છે.
સુરતના ઉમરા પોલીસ મથળ હેઠળના ઘરફોડ ગુન્હાના અપરાધીને ર૧ વર્ષ પછી પીસીબી, પીઆઇ આર.એસ. સુવેરા ટીમ રાજસ્થાનથી પકડી લાવ્યા બાદ યોગનું યોગ ઉમરા પોલીસ મથકના જ હત્યાના ગુન્હાના આરોપીને ૧૮ વર્ષે પકડી પાડવામાં સફળતા મળી છે.
જેમાં પી.સી.બી.ના એસ.એસ.આઇ. સહદેવભાઇ, વારવાભાઇ તથા અ.હે.કો. અશોકભાઇ લુણીનાઓને હકીકત મળેલ કે, ''ઉમરા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર. નં. ૩૩૯/ર૦૦૬ ઇ.પી.કો. કલમ-૩૦ર તથા આર્મસ એકટ કલમ-રપ(૧) મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી રામઅવતાર ઉર્ફે મનોજસીંગ એસ/ઓ મુલાયમસીંગ યાદવ વાળો હાલ ગાંધીનગર, સરગાસણ, સહજાનંદ-૦ર હોમ્સ ખાતે રહે છે.'' જે અંગે પીઆઇ આર.એસ. સુવેરાનાઓએ મજકુર આરોપી બાબતે ખાત્રી તપાસ કરાવતા બાતમી હકીકત સાચી જણાયેલ જેથી ઉપરી અધિકારી શ્રીનાઓની મૌખિક મંજુરી મેળવી આરોપીને પકડવા તાત્કાલીક એએસઆઇ સહદેવભાઇ વરવાભાઇ તથા એએસઆઇ હસમુખભાઇ મોહનભાઇ તથા એચસી અશોકભાઇ લાભુભાઇનાઓની ટીમ બનાવી ગાંધીનગર ખાતે રવાના કરવામાં આવેલ જે ટીમ દ્વારા આરોપી રામઅવતાર ઉર્ફે મનોજસીંગ એસઓ મુલાયમસીંગ યાદવ ઉ.વ.૪૧ રહે. સહજાનંદ-૦ર હોમ્સ, વોચમેનની રૂમમાં, સરગાસણ, ગાંધીનગર મુળ. ચીનકૌસ ગરહિમયા, પોસ્ટ ગરહિયા, ચીનકૌરા, જી. મૈનપુરી, ઉત્તરપ્રદેશના ઓને દબોચી લેવામાં પી.સી.બીને સફળતા મળેલ છે.
જ મજકુર પકડાયેલ ઇસમની પુછપરછ કરતા સને ર૦૦૬ માં તે સુરત શહેર ખાતે ઉમરા વિસ્તારમાં સિકયુરીટીનુ કામ કરતો હતો દરમ્યાન તેનો સિકયુરીટીનું કામ કરતા ઇન્દ્રસિંહ શિવરાજસિંહ યાદવનાઓ સાથે ઝગડો થયેલ ત્યારે તેણે પોતાની પાસેની ગન વડે ફાયરીંગ કરતા તેના ગળાના ભાગે ગોળી વાગી જતા તે મરણ ગયેલ હોય અને પોલીસની બીકે તેના વતન નાશી ગયેલ આ ગુનામાં પોલીસ તેને શોધવા તેના વતન ખાતે જે તે સમયે આવેલ પરંતુ તે ગામની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય પોલીસને ચકમો આપી નાસી જતો હોવાની કબુલાત કરેલ.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
