તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
SGVP ખાતે સ્વામી માધવપ્રિયદાસજીના સાંનિધ્યમાં યોજાયો અનોખો સેમિનાર

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાંનિધ્યમાં SGVP અમદાવાદ ખાતે SGVP દર્શનમ્ શોધ કેન્દ્ર દ્વારા મેટર-માઈન્ટ અન્ડ કોન્સિઅસનેસ' વિષયના આધારે એક અનોખા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાન વેદ તથા શાસ્ત્રો વિજ્ઞાનથી ભરપૂર છે. જો એ વિજ્ઞાનનો આજના આધુનિક વિજ્ઞાન સાથે સંગમ રચાય તો અનેક રહસ્યોનું ઉદ્ઘાટન થઈ શકે એમ છે. માટે જ વેદ અને વિજ્ઞાનના સંગમ સ્વરૂપ આ સેમિનારમાં ભારતના પ્રખર વિજ્ઞાનિકો તથા સંસ્કૃત શાસ્ત્રોના વિદ્વાનોએ ઉપસ્થિત રહી ગહન ચર્ચા કરી સંશોધનક્ષેત્રે નવી દિશા શોધવા પ્રયત્ન કર્યા હતા.
પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીની હૈયાની હોંશ રહી છે કે, આપણું વૈદિક સાહિત્ય આજના સમાજને સાચી દિશામાં ગતિ આપે. માટે જ કહે છે કે, જો આપણી પાસે વિજ્ઞાનની પાંખ અને અધ્યાત્મની આંખ હશે તો ગગન વિહાર આનંદથી ભરપૂર થઈ જશે. જેનો પ્રયત્ન આવા સેમિનાર દ્વારા થઈ શકે એમ છે.
પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં યોજાયેલ આ સેમિનારમાં ચાર આધુનિક વૈજ્ઞાનિકો -શ્રી શીષીર રોય - કલકત્તા, શ્રી રવિન્દ્ર નાગેન્દ્ર - બેંગ્લોર, વી.વી. બિનોય-બેંગ્લોર, શ્રી મૃત્યુજય ગુહા-દેલ્હી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદ્વાનોમાં શ્રી રામનાથ ઝા- દેલ્હી, સ્વામી નરસિંહાનંદા-કેલીકટ, શ્રી સચ્ચીદાનંદ મિશ્રા - વારાણસી, શ્રી રઘુ અનન્તનારાયણ-કોઇંબતુર, શ્રી બળવંતભાઈ જાની - રાજકોટ, શ્રી જયદેવભાઈ સોનગરા, શ્રી રવિભાઈ ત્રિવેદી વગેરે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
