તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
પાટણમાં બોગસ તબીબ અને બાળ તસ્કરીના કેસમાં ચોંકાવનારો ખુલાસો:સમી પાસે એક બાળકને જમીનમાં દાટ્યું હોવાનો ઘટસ્ફોટ
બાળકનું મોત થતા દાટીને પુરાવાનો નાશ કર્યો હોવાની આરોપીની કબૂલાત:આરોપીઓને સાથે લઈને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું

અમદાવાદ :બાળ તસ્કરીના રેકેટમાં વધુ એક મોટો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં પાટણના સમી પાસે બાળક દાટ્યું હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ એક બાળકને કામલપુર-દાદર વચ્ચે બનાસ નદીના પટમાં દાટ્યું હોવાની કબૂલાત કરી. આ બાળકનું મોત થતા દાટીને પુરાવાનો નાશ કર્યો હોવાની આરોપીએ કબૂલાત કરી. આરોપીઓને સાથે લઈને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે. જે જગ્યાએ બાળક દાટ્યું છે તે જગ્યાએ પોલીસ ટીમ આરોપીઓને સાથે લઈને પહોંચી છે
પોલીસની પૂછપરછમાં આરોપીઓએ એક બાળકને જમીનમાં દાટ્યું હોવાની કબૂલાત કરતા જ અધિકારીઓ સાથે પોલીસ દોડતી થઈ ગઈ. સમી નજીક બાળક દાટ્યું હોવાની વિગત સામે આવતા જ અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા. SOG, મામલતદાર, મેડિકલ, FSL, પંચો અને આરોપીઓ સાથે રાખીને પોલીસ ઘટના સ્થળે કાર્યવાહી કરી રહી છે.
નદીમાં બાળકને કઈ જગ્યાએ દાટ્યું છે તેને લઈને અસમંજસ ઉભી થઈ છે. સ્થળ ઉપર ખોદકામ કરતા મીઠું મળ્યું પરંતુ બાળકના અવશેષ ન મળ્યા. નદીમાં 2 થી 3 જગ્યાએ એકથી દોઢ ફૂટ જેટલું ખોદકામ કર્યું પરંતુ અવશેષ ન મળ્યા.
આ કેસમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર સહિત એક મહિલા અને અન્ય એક સાગરિતની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું હતું. અગાઉ સામે આવ્યું હતું કે બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર દ્વારા ફરિયાદીને દત્તક બાળક આપીને છેંતરપિંડી કરવામાં આવી હતી
. બાળક આપ્યા બાદ કોઈ પણ દસ્તાવેજી પુરાવા ન આપ્યા હતા. દસ્તાવેજી પુરાવા ન આપતા અરજદારે બાળક પરત સોંપ્યું હતું. તેમજ બાળકને પરત સોંપ્યા બાદ બોગસ તબીબ દ્વારા પૈસા પરત ન કરી છેંતરપીંડી આચરી હોવાનું ફરિયાદીને માલુમ પડતા ફરિયાદી દ્વારા પાટણ બી ડીવીઝન પોલીસ મથકે બોગસ ડોક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ગુજરાતના પાટણના સરહદી વિસ્તારમાંથી SOG પોલીસે આ નકલી તબીબની ધરપકડ કરીને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ માટે કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મંજૂર કરી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસની તપાસમાં પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમાં અગાઉ સામે આવ્યું હતું કે અન્ય તબીબ પણ વિઝિટીંગ તરીકે આવતા હતા.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
