તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
ગુજરાતમાં 24 કલાકમાં બાદ દિવસનું તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધશે : રાત્રે ફુંકાતા ઠંડા પવનો
રાજ્યના 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે :જાણોરાજ્યના કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન

અમદાવાદ :ગુજરાતમાં 24 કલાકમાં બાદ દિવસનું તાપમાન એટલે કે મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થશે અને ત્યારબાદ આગામી ત્રણ ચાર દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરબદલ જોવા નહીં મળે તેમ હવામાન વિભાગનું કહેવું છે. ગઇકાલે રાત્રે લઘુત્તમ પારો ઘટવાની સાથે શીત પવનો ફૂંકાતા રાત્રે અને સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમજ મહત્તમ તાપમાન પણ 30 ડિગ્રીની નીચે રહેતા અમદાવાદ સહિત 10 શહેરોમાં દિવસે પણ ઠંડી વર્તાઈ હતી.
આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજ્યના 10 શહેરોમાં મહત્તમ તામપાન 30 ડિગ્રી કરતા નીચે નોંધાયું છે. જેમાં ઓખામાં 28 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 28.1, ભાવનગરમાં 28.4, અમદાવાદમાં 29, ગાંધીનગરમાં 29, કેશોદમાં 29.2, વડોદરામાં 29.4, કંડલા પોર્ટમાં 29.4, દ્વારકામાં 29.8, મહુવામાં 29.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે પોરબંદરમાં 30.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 30.8, ડીસામાં 30.9, સુરતમાં 31.1, ભુજમાં 31.2, વેરાવળમાં 31.2, રાજકોટમાં 31.3 અને નલિયામાં 31.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગત રાતે રાજ્યના 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેમાં નલિયા 12.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. કેશોદમાં 12.6 ડિગ્રી, વડોદરામાં 13, ડીસામાં 13.8, પોરબંદરમાં 13.8, રાજકોટમાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિગ્રી, અમદાવાદમાં 15.4, ગાંધીનગરમાં 15.9, ભુજમાં 16.2, સુરેન્દ્રનગરમાં 16.5, મહુવામાં 16.6, ભાવનગરમાં 17.5, કંડલા પોર્ટમાં 18.2, વેરાવળમાં 18.2, દ્વારકામાં 18.5, સુરતમાં 18.8 અને ઓખામાં 23.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
