<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

આણંદ ભાજપના કાઉન્સિલર દિપુ પ્રજાપતિની રેપ કેસમાં ધરપકડ:ઘરમાં ઘુસી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતો

મતદાર સ્લિપ આપવાના બહાને મહિલાનો વોટ્સએપ નંબર લીધો અને પછી તેના પર મેસેજ મોકલીને સંબંધ બાંધ્યો: વારંવાર દુષ્કર્મ ગુજારી મહિલાને ધમકી આપી તેનું શોષણ કર્યું

આણંદમાં ભાજપના કાઉન્સિલર દિપુ પ્રજાપતિની રેપ કેસમાં ધરપકડ થતાં રાજકીય માહોલ ગરમ થયો છે. લોકસભા ચૂંટણી વખતે દિપુ પ્રજાપતિએ મતદાર સ્લિપ આપવાના બહાને મહિલાનો વોટ્સએપ નંબર લીધો હતો અને પછી તેના પર મેસેજ મોકલીને સંબંધ બાંધ્યો હતો, આ પછી તેણે વારંવાર દુષ્કર્મ ગુજારી મહિલાને ધમકી આપી તેનું શોષણ કર્યું હતું. પરણિત મહિલા એ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

 દિપુ પ્રજાપતિ પરણિત મહિલાની એકલતાનો લાભ લઇ તેના ઘરમાં ઘુસી જતો હતો અને બળજબરી પૂર્વક પરણિત મહિલા ઉપર દુષ્કર્મ આચરતો હતો.

 

દિપુ પ્રજાપતિને હવે ફાવતું જડી ગયું અને તે વારંવાર ઘરમાં ઘુસીને દુષ્કર્મ આચરતો હતો પરંતુ એક દિવસ પીડિતાનો પતિ ઘેર આવી જતાં ભારે હોબાળો થયો હતો જે પછી દિપુએ તેના બન્ને ભાઈ અને બીજા સાગરિતોને ફોન કરીન બોલાવ્યાં હતા અને ભારે ધમાલ મચાવી હતી ત્યાર બાદ પરણિત મહિલા એ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર કાંડ નો મુખ્ય આરોપી દિપુ પ્રજાપતિ ફરાર થઇ ગયો હતો

ઘટનાના પગલે ભાજપે તેને તત્કાળ પાર્ટીના તમામ હોદ્દા પરથી હાંકી કાઢ્યો હતો અને ત્યારથી પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો, આખરે પોલીસે તેને વાસદ રોડ પરથી ઝડપી પાડ્યો હતો.

(7:23 PM IST)