તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
પોલીસ ડ્રગ્સના રવાડે ચડેલા યુવાઓને લત છોડાવવા મદદ કરશે:હર્ષ સંઘવીના હસ્તે એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત
સુરત શહેરમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટ-1 અને ક્રાઈમ બ્રાંચ પાંડેસરા યુનિટ અને કતારગામમાં મહિલા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

સુરત શહેરમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટ-1 અને ક્રાઈમ બ્રાંચ પાંડેસરા યુનિટ અને કતારગામમાં મહિલા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના મેયર, સુરત પોલીસ કમિશ્નર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરુઆત કરવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ એન્ટી નાર્કોટિક્સ યુનિટનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી પોલીસ નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી,પરંતુ હવે પોલીસ ડ્રગ્સના રવાડે ચડેલા યુવાઓને નશાની લત છોડાવવા માટે પણ મદદ કરશે. આ સેન્ટરમાં સારવાર માટે આવનાર સામે કોઈ પણ કેસ નહી કરવામાં આવે તેમજ તેઓની ઓળખ પણ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે.
બીજી તરફ આજે સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચની પાંડેસરા યુનિટનું પણ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની ઓફીસ સુરતના ચોકબજાર ખાતે છે અને આ વિસ્તારમાં ગુનાઓ બને ત્યાં પહોચવામાં પોલીસને સમય લાગતો હતો ત્યારે પાંડેસરા વિસ્તારમાં યુનિટનું લોકાર્પણ થતા ક્રાઈમ બ્રાંચની ટીમ ગણતરીની મિનિટોમાં આ વિસ્તારમાં પહોંચી શકશે. આ ઉપરાંત સુરતના કતારગામ પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર-1નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
Surat: ઉમરામાં ફાયરીંગ વીથ મર્ડરના ગુનામાં 18 વર્ષથી નાસતો-ફરતો આરોપી ગાંધીનગરથી ઝડપાયો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરતનું ઈચ્છાપોર પોલીસ મથક દેશમાં પ્રથમ સ્થાન હાંસિલ કરવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ, સુરત શહેર પોલીસ દ્વારા આજે સુરત શહેરમાં નાગરિકોની શાંતિ અને સલામતી માટે અનેક નવા પ્રકલ્પોનું લોકાર્પણ કરવમાં આવ્યું છે.
ખાસ કરીને સુરત શહેર પોલીસ કમિશ્નર અને એમની આખી ટીમને અભિનંદન આપું છું કે,કોઈ સામાજિક કે રાજકીય ભલામણથી પોલીસ મથક ખોલવાના બદલે ક્રાઈમ પેટનનો અભ્યાસ કરીને વધુમાં વધુ ઝડપથી ક્રાઈમ બનેલ જગ્યા પર એક્શન લઇ શકાય તે માટે ક્રાઈમ બ્રાંચનું એક બીજું એક યુનિટ પાંડેસરા ખાતે શરુ કરવામાં આવ્યું છે.
સુરત શહેરની ક્રાઈમ પેટર્ન જોઈએ તો ઉધના, પાંડેસરા, લીંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના 40 ટકાથી વધારે ક્રાઈમો અહી બનતા હોય છે. આ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચનું એક યુનિટ શરુ કરવાના કારણે ક્રાઈમ બ્રાંચને અહી સુધી પહોચવામાં જે 30 મિનિટથી વધારે સમય લાગતો હતો, તે સમય હવે ઘટીને 5 થી 10 મિનિટમાં ક્રાઈમ બ્રાંચની ટીમ સીધી આ વિસ્તારોમાં પહોંચી શકશે. આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહી બનતા ક્રાઈમ પર કંટ્રોલ કરવામાં સુરત પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે.
વધુમાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતનું એક એવું પોલીસ સ્ટેશન કે જ્યાં યુવાનોને મારા રાજ્યના દીકરા/દીકરી જો ડ્રગ્સના રવાડે ચડ્યા હોય તો તેના માતા પિતા કે દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે અને અલગ અલગ ડોકટરો છે તેના થકી આ યુવાનોને આ નશાના રવાડામાંથી બહાર નીકળવાની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા શરુ કરવામાં આવી છે.
અહી અલગ અલગ સ્ટાફોની નિમણૂંક કરવામાં આવી છે. આ સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે આ પરિવારજનોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કોઈ પણ પ્રકારના કેસ એમના દીકરા-દીકરી પર કરવામાં આવશે નહિ અને તેમની ઓળખ પણ કોઈ પણ પ્રકારે જાહેર કરવામાં નહી આવે તે પ્રકારની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
