<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

ભરૂચમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી

પેસેન્જર વાહનમાં સામાન લોડ કરીને મુસાફરોને જોખમી રીતે બેસાડતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી.

અમદાવાદ : રાજ્યમાં અવારનવાર જોખમી સવારીના વીડિયો વાયરલ થતા હોય છે. જેને લઈને ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા થાય છે. ત્યારે ભરૂચમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

   પેસેન્જર વાહનમાં સામાન લોડ કરીને મુસાફરોને જોખમી રીતે બેસાડતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી હતી . બેદરકારીપૂર્વક વાહનો હંકારતા વાહનચાલકો સામે વાહન ડિટેઈન કરવા સહિત દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  અત્રે . ઉલ્લેખનીય છે કે અગાઉ છકડા રિક્ષામાં મુસાફરોની જોખમી સવારનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ શાકભાજીના ટેમ્પોમાં જીવના જોખમે ઊંઘતા યુવાનોનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી.


 

(4:45 PM IST)