તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
લોક સંસ્કૃતિની ધરોહર એવા લોકમેળાઓને પુનઃ ઉજાગર કરવા મંત્રી હર્ષ સંઘવીની સોશ્યલ મીડીયા માધ્યમથી અનોખી પહેલઃ માત્ર સાત કલાકમાં ૯૦૦થી વધુ લોકોએ પોતાના ગામ, શહેરના મેળાઓની રસપ્રદ માહિતી આપી

ગાંધીનગર: ગુજરાતના રમતગમત અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી હર્ષ સંઘવીની એક અનોખી પહેલથી રાજ્યના નાગરિકોનાં દિલ હિલોળા લેતાં થઈ ગયા અને બધા જ જાણે એકબીજા સાથે મેળાની માળામાં પરોવાઈ છે. સાવ ટૂંકા ગાળામાં આખા રાજ્યમાંથી અનેક લોકોએ પોતાના ગામ, તાલુકા, જિલ્લામાં થતા મેળા વિશે માહિતી શૅર કરી છે. પરિણામે ગુજરાતના તમામ ક્ષેત્રોના લોકોને અન્ય ક્ષેત્રોમાં યોજાતા મેળા વિશે જાણકારી મેળવવાની તક મળી છે.
રાજ્યના વિવિધ યાત્રાધામો, ગામો, જિલ્લાઓમાં યોજાતા મેળાને નવી ઓળખ આપવા રાજ્યના યુવા, સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ અનોખો પ્રયાસ કર્યો છે. મંત્રી હર્ષ સંઘવીએ ફેસબુકના માધ્યમથી રાજ્યના નાગરિકોને પોતાના ગામ, શહેર, જિલ્લામાં ભરાતાં પ્રખ્યાત-અપ્રખ્યાત મેળાઓના નામ, વિગત અને વિશેષતા જણાવવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ રાત્રે ૧.૩૦ વાગ્યે ફેસબુક પર કરેલી પોસ્ટના માત્ર ૭ કલાકમાં ૯૦૦થી વધુ લોકોએ કોમેન્ટ કરી અને પોતાના ગામ, શહેરના લોકમેળાઓની રસપ્રદ વિગત આપીને મંત્રી શ્રી હર્ષ સંઘવીના આ કાર્યને બિરદાવ્યું છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
