તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
માલદીવ્સની ફ્રી ટ્રીપની લોભામણી લાલચ આપીને 5 લાખ પડાવ્યા, પ્રાંતિજમાં BZ ગ્રુપ નું વધુ એક કાભાંડ

અમદાવાદઃ BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં ફસાયેલા પીડિતો હવે ધીમે ધીમે સામે આવી રહ્યાં છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં પીડિત વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાંતિજના સુરેશભાઇ નામના વ્યક્તિએ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું. હવે ધીમે ધીમે પીડિત BZ ગ્રુપ સામે ફરિયાદ નોંધાવવા માટે બહાર આવ્યા છે. સુરેશભાઇ એગ્રીમેન્ટની કોપી સાથે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા. સુરેશભાઇએ BZ ગ્રુપમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
સુરેશભાઇ વણકર નામના વ્યક્તિએ પ્રાંતિજ ઓફિસમાં BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું. પૈસા રોકાયા બાદ જુદા જુદા એગ્રીમેન્ટ કરવામાં આવતા હતા. એજન્ટ નીકેશ પટેલ હતા તેમના દ્વારા રોકાણ કરવા માટે લોભામણી જાહેરાતો આપવામાં આવતી હતી. BZ ગ્રુપના એજન્ટ 20 લાખ આસપાસનું રોકાણ કરો તો માલદીવ્સની ફ્રી ટ્રીપ, 10 લાખના રોકાણમાં ગોવાની ટ્રિપ અને લોકો પોતે 10 લાખનું રોકાણ કરે તો આઇફોન ગિફ્ટ આપવા જેવી લાલચ આપવામાં આવતી હતી.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
