તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
ગુજરાતમાં અફીણનાં રસની હેરાફેરી ઝડપતી SOG
સિધ્ધપુર હાઇવે પરથી ૧.૬૮ લાખના જથ્થા સાથે એકની ધરપકડ મધ્યપ્રદેશથી ખરીદી કરી ગુજરાતમાં ડીલેવરી કરવાની હતી

પાટણ જિલ્લાના સિધ્ધપુર હાઇવે પરથી SOGની ટીમે અફીણનાં જથ્થાં સાથે એકની ધરપકડ કરી છે. SOG ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક શખ્સ કારમાં રૂપિયા 1,68,646 કિંમતનો 1686.46 ગ્રામ અફીણનો રસ ગુજરાતમાં લાવી રહ્યો છે. આ કારને ઝડપી પાડવા SOG ટીમે પહેલેથી નાકાબંધી ગોઠવી હતી, જેમાં સાંચોર, રાજસ્થાનનાં રહેવાસી આરોપી રાજુરામ છોગારામ બિશ્નોઇને સફળતાપુર્વક ઝડપી પડાયો છે.
પ્રાંરંભિક તપાસમાં પોલીસે અફીણનો રસ, એક મોબાઇલ અને કાર મળી કુલ રૂપિયા 6,86,136 ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં આરોપીએ મધ્યપ્રદેશનાં પ્રતાપભાઈ પીપળીયા પાસેથી અફીણનો જથ્થો ખરીદી, રાજસ્થાનનાં માર્ગે સિદ્ધપુરમાં રૂઘનાથ બિશ્નોઇ અને ઘેવારામ પ્રજાપતિને આપવાની કબુલાત કરી છે. પોલીસે NDPS એક્ટ 17 (B ) 29નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ ગુનામાં સંડોવાયેલ અન્ય 3 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
