તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
સુરતમાં લૂંટના માલની ભાગબટાઈમાં બે ભાઈઓએ ત્રીજાની હત્યા કરી દીધી
ચાંદીની લકી ત્રીજાને પસંદ આવી જતાં ચાકુ મારી દીધુઃ આ લૂંટની ફરિયાદમાં બાઈક સવારે કલ્પેશ વાઘેલા, રોહિત ઉગરેજીયા, રાહુલ ઉગરેજીયા, દેવો તેમજ સુજલ સામે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

સુરત,તા.૧,
સુરતના કામરેજના ઉંભેળથી રીક્ષામાં પેસેન્જર બેસાડી મોબાઇલ અને કિંમતી ચીજ લૂંટી લેતી ગેંગમાં લૂંટના માલની ભાગબટાઈમાં બે ભાઈએ ત્રીજાની હત્યા કરી નાંખી હતી. લૂંટની ગેંગમાં વોન્ટેડ આરોપીની લાશ મળી ત્યારે હત્યાનો ભેદ ખુલ્યો હતો. શહેરના છેવાડાના વિસ્તારમાં રીક્ષામાં બેઠેલા મુસાફરોના મોબાઇલ અને કિંમતી સામાન ચોરી કરી લેતી રિક્ષા ગેંગ દ્વારા કોસમાડી નજીક રોડ પર ઉભેલા કામરેજના એકટીવા સવાર તેમજ તેના મિત્રના ત્રણ મોબાઇલ અને ચાંદીની લકીની લૂંટી લીધા હતા. આ લૂંટમાં કામરેજ પાસે લાડવીમાંથી રાહુલ ઉગરેજીયા નામનો આરોપી વોન્ટેડ હતો, તેની લાશ મળી હતી. લૂંટમાં આ મૃતક રાહુલ ઉગરેજીયા સામેલ હતો. આ લૂંટની ફરિયાદમાં બાઈક સવારે કલ્પેશ વાઘેલા, રોહિત ઉગરેજીયા, રાહુલ ઉગરેજીયા, દેવો તેમજ સુજલ સામે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ ગેંગે લૂંટેલા માલસામાનમાં ચાંદીની લકી પણ હતી. આ લૂંટની ઘટનામાં રોહિતનો ભાઈ રવિ સામેલ ન હતો પરંતુ તેને લૂંટમાં મળેલું ચાંદીનું લકી પસંદ આવી ગયું હતું. એટલે તેણે તેના ભાઈ રાહુલ પાસે માંગ્યુ હતું. જોકે, રાહુલે લકી આપવાની ના પાડી દીધી હતી. એટલે ત્રણેય ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીમાં ઉશ્કેરાઈને રાહુલે રોહિતને ચપ્પુના ઘા મારી દેતા ગુસ્સામાં આવેલા તેના ભાઈ રવિએ પણ ચપ્પુનો એક ઘા સામે રાહુલને મારી દીધો હતો. આ ઝઘડામાં રોહિતે તેના ભાઈ રવિ પાસેથી ચપ્પુ લઈ ભાગેલા રાહુલને પાછળના ભાગે વધુ એક ઘા મારી ભાગી ગયા હતા. ચપ્પુના ઘા થી ઇજાગ્રસ્ત રાહુલ ઉગરેજીયાનું મોત થયું હતું. તેની લાશ લાડવીની સીમમાંથી મળી આવી હતી. પોલીસે અમરોલીના કોસાડ આવાસ ખાતે રહેતા રવિ કિરણભાઈ ઉગરેજીયા અને રોહિત કિરણભાઈ ઉગરેજીયા સહિત બંને ભાઈની ધરપકડ કરી હતી.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
