News of Thursday, 28th November 2024
રાજપીપળા એસટી ડેપો પાસેના મહિલા પો.સ્ટે. કમ્પાઉન્ડમાં લીમડાના ઝાડ પર સાપ દેખાતા કુતૂહલ
લાંબો સાપ લીમડાની ડાળ પરથી ગોખલામાં ઘૂસવા પ્રયાસ કરતા લોકટોળા એકઠા થયા બાદ સાપ પકડવા વાળાને બોલાવ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા એસટી ડેપો પાસે આવેલા મહિલા પોલીસ સ્ટેશન ના કમ્પાઉન્ડમાં આવેલા લીમડાના ઝાડ પર લાંબો સાપ દેખાતા ભારે કુતૂહલ સર્જાયું હતું
મળતી માહિતી મુજબ રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલા મસમોટા લીમડાના વૃક્ષ પર બપોરે એક લાંબો સાપ દેખા દેતા ત્યાં પોલીસ કર્મીઓ તેમજ અન્ય લોકો ત્યાં એકઠા થયા હતા, આ સાપ ઝાડના આવેલ ગોખલામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ લંબાઈ મોટી હોવાના કારણે એ બખોલમાં ઘુસી નહિ શકતા આખરે નિષ્ફળ પ્રયાસો કરી ઝાડની ઉપર ચઢી ગયો હતો. જોકે આ સમગ્ર મામલે ત્યાં એકઠા થયેલા લોકો માં ભારે કુતૂહલ સર્જાયું હતું. આખરે આ સાપ ને પકડવા વાળાને બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
