News of Thursday, 21st November 2024
યુવાધનને નશાની ગર્તામાં ધકેલાઈ જતા રોકવા સુરત એસઓજી મેડિકલ સ્ટોર પર ત્રાટકી
ડોક્ટરનાં પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સિરપ વેચાણનું ભૂત ફરી ધૂણ્યું... સીપી અનુપમસિંહ ગેહલોતનાં ધ્યાને આવતા તુરંત કાર્યવાહી : ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદીપસિંહ નકૂમના માર્ગદર્શન હેઠળ પીઆઇ અશોક ચોધરી ટીમને વધુ એક સફળતા

રાજકોટ તા.૨૧: રાજકોટ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક સમયે નશાકારક સિરપનાં વેચાણ પર પોલિસે ઘોંસ બોલાવતા ફફડાટ મચી ગયેલ. સુરત સહિત સાઉથ ગુજરાતમાં ચોક્કસ મેડિકલ સ્ટોર દ્વારા આવા નશાકારક સીરપનું વેચાણ થતું હોવાનું વિશાળ નેટવર્ક ધરાવતા અને સુરતમાં ડ્રગ્સનાં દૂષણ સામે લોકોના સહકારથી ઝુંબેશ ચલાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં ધ્યાને આવેલ.
ભૂતકાળમાં ડીસીબી ,પીસીબી અને એસઓજી દ્વારા આવી કાર્યવાહી સફળતાપૂર્વક થયેલ હોય ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, એસઓજી ડીસીપી રણદીપસિંહ નકુમને આવા કારસ્તાન પકડવા જવાબદારી સુપ્રત કરેલ. જે અંતર્ગત ભૂતકાળમાં આવી પ્રવળત્તિઓ શોધી કાઢવામાં જેમની ટીમ સફળ રહેલ તેવા પીઆઇ અશોક ચોધરી ટીમને આ જવાબદારી સુપ્રત થયેલ.
ડોકટરનાં પ્રીસ્ક્રીપશન વગર નશાકારક સિરપ વેચતા મેડિકલ સ્ટોર શોધી કાઢવા પીઆઇ અશોક ચોધરી દ્વારા અલગ અલગ ટીમો બનાવેલ, જેને સફળતા મળી છે.
જે અંતર્ગત એસ.ઓ.જી.ના અધિકારી/ માણસો તથા ડ્રગ ઇન્સ્પેકટર સૌમીન પટેલ નાઓને સાથે રાખીને દુકાન નં-૦૪ ગ્રાઉન્ડ ફ્લોર સોમેશ્વરનગર સોસાયટી જીયાવ-બુડીયા રોડ ઉપર ભેસ્તાન સુરત ખાતે આવેલ ‘રાજ મેડીકલ સ્ટોર્સ' નામના મેડીકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલકશ્રી રાકેશ ભંવરલાલ પ્રજાપતિ ઉ.વ.૨૬ ધંધો-મેડીકલ વેપાર રહે. ઘર નંબર ૧૯૨, રેશ્મા ચોકડી પાસે ભેસ્તાન પાંડેસરા સુરત વાળા કોઇ પણ જાતના ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવા(ડ્રગ્સ)નું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર ઉપરથી કરેલ, જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડીકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેઇડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી CODEINE PHOSPHATE શિલ્પ નંગ-૦૬, તથા નશાકારક ટેબ્લેટ SPASMO-PROXYVON PLUS32 મળી કુલ કિં.રૂ.૧૫૦૦/- ની મત્તાની મળી આવેલ છે.
અત્રે એ યાદ રહે કે રાજકોટ સિટી પોલીસ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલિસ વડા નિતેશ પાંડે ટીમ મૂળ સુધી ભૂતકાળના પોહચેલ, સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા આવા મેડિકલ સ્ટોર પર નશાકારક સિરપ કયાંથી આવ્યું? કોણ સપ્લાય કરે છે? તેની આખી ચેન શોધવા પીઆઇ અશોક ચોધરી ટીમને સૂચના આપ્યાનું સૂત્રો જણાવે છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
