તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th November 2024
ભાદરવા દેવના મેળામા જતા ભક્તો ને ધારાસભ્ય ડો.દર્શનાબેન દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં નર્મદા જિલ્લા ના ભાદરવા દેવ ના મેળા મા મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને અનેક રાજ્યો માંથી પગપાળા સંઘ પણ આવતો હોય જે આ મંદિર અને મેળા નું આકર્ષણ છે ત્યારે આ મેળા અને મંદિરે દર્શનાર્થે જતા ભાવિક ભક્તો ને નાદોદ ના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ દ્વારા ભંડારાનું આયોજન કરી સવાર સાંજ ભોજનની વ્યવસ્થા સાથે રાત્રી વાસ ની વ્યવસ્થા વડિયા જકાત નાકા ની આગળ રાખવામા આવી, જ્યાં ધારાસભ્ય ડો. દર્શનાબેન રાત્રીના સમયે પોતે ભક્તિ ભાવ સાથે ભક્તોને ભોજન પીરસ્યું હતું. જેઓ સાથે તેમનો પરિવાર પણ આ પાવન કાર્યમાં સહભાગી રહી મંડપ સ્થળે ઉપસ્થિત રહ્યો હતો
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
