તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th November 2024
વડીયા રોયલ સનસીટી માં રહેતા માછી સમાજ ના યુવાન નું મોત થતા ઘેરા શોક ની લાગણી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા પાસેના વડીયાની રોયલ સન સિટીમાં રહેતા યુવાનનું અચાનક મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો
શીતલબેન કમલેશભાઈ માછી(રહે. રોયલ સન સિટી. ફેઝ.૩ ઘર નંબર. ૧૦૫) નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના પતિ કમલેશભાઈ બાલુભાઈ માછી (ઉ.વ.૩૯)( રહે- વડીયા રોયલ સનસીટી) નાઓ વડોદરાથી રાજપીપલા આવતા હતા ત્યારે રસ્તા માં અચનાક શ્વાસ લેવામાં તફલીક થતા રાજપીપલા સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જતા ફરજ પરના ડોકટરે સારવાર કરતા મૃત જાહેર કર્યા હતા. આમ અચાનક યુવાન નું મોત થતાં માછી સમાજ માં ઘેરા શોક ની લાગણી ફેલાઈ છે, રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
