તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 16th November 2024
વાહન પાર્કિંગ ની જગ્યા બદલી ગાર્ડન માં પાર્કિંગ ચાલુ કરાવ્યું..!!
પહેલા હોસ્પિટલ માં પ્રવેશ કરતા બંને સાઇડ પર બાઈક પાર્ક કરાતી,એ બદલી ઇન્ચાર્જ અધિકારીઓ એ હવે ગાર્ડનમાં શરૂ કરાવી:ગાર્ડનમાં લાઈટ નથી તો અંધારપટના કારણે કોઈ બાઈક ચોરી કે પેટ્રોલ ચોરી કરી જાય તો જવાબદાર કોણ..? આમ પણ સિક્યુરિટી ગાર્ડ ઓછા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં તાજેતર માં ઇન્ચાર્જ અધિકારીઓ પોતાની બુધ્ધિ નું પ્રદર્શન કરતા હોય એમ લાગ્યું, કેમ કે હોસ્પિટલ ના પ્રવેશ દ્વાર માં જ જ્યાં પહેલેથી બાઇકો પાર્ક કરાતી હતી એ જગ્યા બદલી હવે બાજુમાં બનાવેલા ગાર્ડન માં પાર્ક કરવાનો હુકમ થતા લોકો ત્યાં વાહન પાર્ક કરે છે.
રાજપીપળા સિવિલ હોસ્પિટલ હાલ ઘણા સમયથી ઇન્ચાર્જ અધિકારીઓ ના રાજ માં કાર્યરત છે અને તેમાં અનેક સમસ્યા ઊભી થઈ હોવાની વારંવાર બૂમ પણ ઉઠી છે છતાં ગાંધીનગર બેઠેલા મંત્રી કે અધિકારીઓ આ મુદ્દે જાણે મૌન થઈ બેઠા છે અને અહીંયા કોઈ રેગ્યુલર અધિકારીઓ મૂકતા નથી, હોસ્પિટલ માં અનેક તકલીફો બાદ હવે ઇન્ચાર્જ અધિકારી ના તઘલખી નિર્ણય નો એક નમૂનો હાલ માં સામે આવ્યો છે જેમાં આ હોસ્પિટલ માં ગેટ થી અંદર પ્રવેશ કરતા જ બંને સાઇડ પર હોસ્પિટલ કાર્યરત કરાઇ ત્યારથી બાઈક પાર્કિંગ કરવામાં આવતી હતી પરંતુ ઇન્ચાર્જ અધિકારીઓ એ જાણે બુધ્ધિ નું પ્રદર્શન બતાવ્યું હોય એમ હવે ત્યાંથી પાર્કિંગ હટાવી બાજુમાં બનેલા ગાર્ડન ના મોટરસાઇકલ મુકાવવા સૂચના આપતા હવે સિક્યુરિટી ગાર્ડ દરેક વ્યક્તિ ને ગાર્ડન માં વાહન મુકાવે છે. પરંતુ ગાર્ડન માં ક્યાંયે લાઈટ ની વ્યવસ્થા નથી અને ક્યારેક કોઈ બાઈક ચોરી કે બાઈક માંથી પેટ્રોલ ચોરી થાય તો એ માટે જવાબદાર કોણ..? આમપણ સિક્યુરિટી ગાર્ડ ઓછા છે તો આવી ઘટના બની શકે છે.
ગાર્ડન માં દર્દીઓ ના સગા માટે વિસામો બનાવેલો છે અને ગાર્ડન બેસવા કે ફરવા માટે હોય જેમાં પાર્કિંગ વ્યવસ્થા કરવી એ બુધ્ધિ નું પ્રદર્શન નથી તો શું છે.?! હાલ માં ત્યાં જોઇયે તો ગાર્ડન માં દરેક બાજુ બાઈક પડેલી જોવા મળે છે તો શું આ ગાર્ડન વાહન પાર્કિંગ માટે બનાવ્યો હશે..?
જોકે જાણવા મળ્યા મુજબ ઇન્ચાર્જ અધિકારી ને હોસ્પિટલ ના પ્રવેશ માં ઉભેલા વાહનો પાર્કિંગ ની વ્યવસ્થા ખરાબ લાગતા તેમણે પાર્કિંગ ની જગ્યા બદલી છે. પણ ગાર્ડન માં વાહન પાર્કિંગ કંઈ રીતે યોગ્ય નિર્ણય કહેવાય..? તેવા સવાલ હાલ ચર્ચા માં છે.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
