તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th November 2024
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ રહેણાંક બિલ્ડિંગમાં વિકરાળ આગ : લોકોનું રેસ્ક્યુ કરાયું
22 માળની બિલ્ડિંગ ઈસ્કોન પ્લેટિનમના M વિંગમાં આગ લાગી : ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો: બારીના કાચ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. 22 માળની બિલ્ડિંગ ઈસ્કોન પ્લેટિનમના M વિંગમાં આગ લાગી છે. આગ લાગતા જ ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા બારીના કાચ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. પ્રાથમિક મળતી માહિતી અનુસાર, ફટાકડાના કારણે આગ લાગી હોવાનો અંદાજ છે.
ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં મેળવીને ઘટનામાં ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યાં છે, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને લઈને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેર ઘટના સ્થળે પહોંચ્યા હતા.
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
