<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

પોરબંદરના દરિયામાં પ૦૦ કિલો ડ્રગ્‍સનો જથ્‍થો ઝડપાયો ?

સુરક્ષા એજન્‍સીઓ દ્વારા તપાસનો ધમધમાટ : અરબી સમુદ્રમાં લાંબા સમયથી ડ્રગ્‍સની હેરફેર યથાવત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧પ :  પોરબંદરના દરિયામાં પ૦૦ કિલો ડ્રગ્‍સનો જથ્‍થો ઝડપાયાનું બહાર આવ્‍યું છે. સુરક્ષા એજન્‍સીઓ દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

પોરબંદર અરબી સમુદ્રમાં પ૦૦કિલો  કે જેની કિંમત કરોડોની છે.  કરોડોના ડ્રગ્‍સના મોટા જથ્‍થા અંગે અનેસીબી અને એટીએસ દ્વારા ઓપરેશન હોવાનું સુત્રો જણાવે છે. અરબી સમુદ્રમાં  સમયાંતરે કરોડોનું ડ્રગ્‍સ  ઝડપાય છે. જેમાં પોરબંદર અરબી સમુદ્રમાં તાજેતરમાં વધુ એક પ૦૦ કિલોના ડ્રગ્‍સનો જથ્‍થો ઝડપાયાનું બહાર આવ્‍યું છે. સુરક્ષા એજન્‍સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે.

 

(1:29 PM IST)