<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

જન જાતિય ગૌરવ દિવસ: બિરસા મુંડાની જન્મજયંતિ: નરેન્દ્રભાઈનું સંબોધન

આજે સ્વાતંત્ર્ય સંગ્રામના જનનાયક બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ પર પીએમ નરેન્દ્રભાઈ મોદી જમુઈમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે.. 

ગુજરાતમાં આજે સવારે રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજીની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે કાર્યક્રમ યોજાયો છે જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સવારે ડાંગ જિલ્લાના આહવા ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો છે. 

નરેન્દ્રભાઈ આજે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દેશના ૩૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ૧૦૦ જિલ્લાઓ સાથે વર્ચ્યુલી જોડાયા છે અને જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી રહ્યા છે..

(10:03 AM IST)