તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th November 2024
અમદાવાદના ગોમતીપુરમાં પ્લાસ્ટિકના વેસ્ટમાં ભીષણ આગ ભભૂકી :પાંચ ફાયર ફાઈટરને ઘટના સ્થળે પહોંચ્યા
પ્લાસ્ટિકના વેસ્ટમાં આગ લાગી હોવાથી આગ વધારે વિકરાળ બની

અમદાવાદ :ગોમતીપુરમાં આવેલી એક પ્લાસ્ટિકના વેસ્ટમાં આગની ઘટના બની છે. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે, પાંચ ફાયર ફાઈટરને ઘટના સ્થળ પર મુકવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે, અત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે. જો કે, આગ શા કારણે લાગી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ આગ લાગ્યાની ઘટના પર લોકોના ટોળા જમા થઈ ગયાં હતા.
પ્લાસ્ટિકના વેસ્ટમાં આગ લાગી હોવાથી આગ વધારે વિકરાળ બની હતી. જો કે, તેના પર કાબુ લેવા માટે 5 ફાયર ફાઈટર ઘટના સ્થળ પર આવી ગયા અને આગ પર પાણીનો મારો શરૂ કર્યો. જો કે, રાહતની વાત એ છે, અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
નોંધનીય છે કે, વલસાડમાં ઉમરગામ GIDC ની કંપનીમાં પણ મોડી રાતે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. થર્ડ ફેસની ક્લિયર પોલી પ્લાસ્ટ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરાતા 5 થી વધુ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકો સુધી પાણી મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, આગની ઘટનામાં કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થયો હતો.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
