તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 9th November 2024
મહેસાણા અને કડીમાં જલારામ જયંતિની ઉજવણીમાં ભાગ લેતા નીતિન પટેલ

હૃદયમાં રામ, જય જલારામ : આજે જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતિ પ્રસંગે મહેસાણા તથા કડી જલારામ મંદિરમાં જલારામ જયંતિના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલએ બંને મંદિરમાં દર્શન કર્યા હતા. આ પ્રસંગે યોજાયેલ ધર્મ સભામાં પાટણથી પધારેલા પૂ. આભા દીદી અને મહેસાણાના પૂ. મહેન્દ્રભાઇ મહારાજે ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. મહેસાણા જલારામ મંદિરમાં રક્તદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૧૦૦ જેટલા ભક્તોએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે મહેસાણા અર્બન બેંકના ચેરમેન શ્રી કે.કે.પટેલ, વાઇસ ચેરમેન ડો. અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને પાંચ હજાર ભક્તોએ જલારામ બાપાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તથા દાતાશ્રીઓ તથા કાર્યકર ભાઈ- બહેનોનું પૂજ્ય આભા દીદી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી નીતિન પટેલે વર્ષોથી શ્રી જલારામ મંદિરે દર્શને જવાની પરંપરા જાળવી છે. તેઓ પૂજય બાપા પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
