તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૫ શનિવાર
News of Friday, 8th November 2024
નર્મદા : ફુલવાડી આશ્રમ શાળા ના આચાર્ય, શિક્ષક પાસે રૂ.૮૦૦૦ ની લાંચ લેતા એ.સી.બી. ના છટકા માં પકડાયા
આરોપી આચાર્ય ફુલવાડી આશ્રમ શાળા જી.નર્મદા તથા ભરૂચ-નર્મદા આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ છે:ઘાંટોલી આશ્રમ શાળા શિક્ષક પાસે ઉચ્ચતર પગાર અને એરીયર્સ મેળવવા લાંચ ની રકમ માંગી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં આશ્રમ શાળા ના આચાર્ય લાંચ લેતા એ.સી.બી. નર્મદા ના હાથે ઝડપાઇ જતાં ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર ફરિયાદ આપનાર ઘાંટોલી આશ્રમ શાળા જી.નર્મદા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે.અને તેમનું સને ૨૦૧૯ થી ઉચ્ચતર પગાર મળવા પાત્ર હોય જે ઉચ્ચતર પગાર અને એરીયર્સ મંજુર થયેલ ન હોય જે હાલમાં ઉચ્ચતર પગાર સુધારો તથા એરીયર્સ મંજુર થઇ જમાં થતા રાજેશકુમાર શંકરલાલ ભટ્ટ, (વર્ગ-૩) નોકરી, આચાર્ય ફુલવાડી આશ્રમ શાળા તા. ગરુડેશ્વર જી.નર્મદા રહે. રૂમ નંબર AM/૬૦ રોયલ સનસીટી વડીયા તા.નાંદોદ જી.નર્મદા મુળ રહે.ઓરી ગામ દેસાઇ પોળ તા.નાંદોદ, જી.નર્મદા નાઓ પોતે ભરૂચ-નર્મદા આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ હોય તેઓએ ફરીયાદી શિક્ષક ને જણાવેલ કે તમારા ઉચ્ચતર પગાર તથા એરીયર્સ મંજુર થઇ બેન્કમાં જમાં થઇ ગયેલ છે. જેથી તમારે મને મારા રૂ. ૮૦૦૦/- તથા ૪૦૦૦/- અધિકારીના મળી કુલ રૂ.૧૨૦૦૦/- આપવા નું જણાવી આ રકમ ની લાંચની માંગણી કરતા ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા એ.સી.બી. એ આજરોજ લાંચનું છટકું ગોઠવતાં આરોપીએ આચાર્ય ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી, લાંચ પેટે રૂા.૮,૦૦૦/- સ્વિકારી, સ્થળ ઉપર પકડાઇ જતા નર્મદા એ.સી.બી. એ આચાર્ય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
આ ટ્રેપ માં ટ્રેપીંગ અધિકારી, ડી.ડી.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર. નર્મદા એ.સી.બી. પો.સ્ટે. નર્મદા તથા તેમની ટીમ તેમજ સુપરવીઝન અધિકારી પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા નાઓ એ છટકું ગોઠવી આશ્રમ શાળા ના આચાર્ય રાજેશકુમાર શંકરલાલ ભટ્ટ ને પકડી ગુનો દાખલ કર્યો છે
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
