<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

ફેનેસ્‍ટાએ ગુજરાતના ગાંધીધામમાં તેની રિટેઇલ ઉપસ્‍થિતિનું વિસ્‍તરણ કર્યું

રાજકોટ, તા. ૬ : ગુજરાત, ૩૦ ઓક્‍ટોબર, ૨૦૨૪ ભારતની સૌથી મોટી વિન્‍ડો અને ડોર બ્રાન્‍ડ ફેનેસ્‍ટા કે જે તેના સેગમેન્‍ટમાં માર્કેટ લીડર પણ છે, તેણે વધુ એક નવા શોરૂમના પ્રારંભ સાથે તેના રિટેઇલ વિસ્‍તરણને વધુ મજબૂત કર્યું છે. આ એક્‍સક્‍લુઝિવ શોરૂમ ડીઆરડી વેન્‍ચર, પ્‍લોટ નં. સી૪૮, એનયુ - ૧૦બી, શક્‍તિનગર, ગાંધીધામ, કચ્‍છ, ગુજરાત, ૩૭૦૨૦૧ સ્‍થિત છે, જે બેસ્‍ટ ઇન ક્‍લાસ એલ્‍યુમિનિયમ વિન્‍ડો અને ડોર, યુપીવીસી વિન્‍ડો અને ડોર તથા સોલિડ પેનલ ડોર રજૂ કરે છે.

આ પ્રસંગે ફેનેસ્‍ટાના બિઝનેસ હેડ સાકેત જૈને કહ્યું હતું કે, અમારી વૈવિધ્‍યસભર પ્રોડક્‍ટ શ્રેણી અને ગ્રાહક સંતોષ માટેની કટીબદ્ધતા અમારા વિસ્‍તરણને બળ આપે છે. દરેક નવો શોરૂમ ઉત્‍કળષ્ટ સેવા પ્રત્‍યેની અમારી કટીબદ્ધતા તથા ગ્રાહકોએ અમારામાં મૂકેલા વિશ્વાસને પ્રદર્શિત કરે છે. આ કેન્‍દ્રો શોપિંગ ડેસ્‍ટિનેશનથી આગળ વધતાં ઉત્‍કળષ્ટ અનુભવ પ્રદાન કરે છે, જ્‍યાં ગ્રાહકો અમારી બ્રાન્‍ડને એક્‍સપ્‍લોર કરીને તેની સાથે જોડાઇ શકે છે તેમજ આત્‍મવિશ્વાસ સાથે માહિતીસભર પસંદગી કરી શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, અમારા ભાગીદારો અને ગ્રાહકોનો નિરંતર સપોર્ટ અમારી સફળતામાં મહત્‍વપૂર્ણ છે તથા અમે ભવિષ્‍ય માટે સજ્જ છીએ. નવા પ્રદેશો અને વિશેષ કરીને ટિયર-૪ શહેરોમાં વિસ્‍તરણ તથા વધુ પ્રોડક્‍ટ ઓફર કરતાં અમે સતત વળદ્ધિની આશા રાખીએ છીએ તથા સુનિヘતિ કરીએ છીએ કે દરેક ગ્રાહક ઉત્તમ અનુભવ પ્રાપ્ત કરે. દરેક નવો શોરૂમ ગ્રાહકો ઉપર સકારાત્‍મક અસર પેદા કરે તે મૂજબ ડિઝાઇન કરાયા છે.

ડીઆરડી વેન્‍ચર, પ્‍લોટ નં. સી૪૮, એનયુ - ૧૦બી, શક્‍તિનગર, ગાંધીધામ, કચ્‍છ, ગુજરાત, ૩૭૦૨૦૧ સ્‍થિત ફેનેસ્‍ટા શોરૂમ વિન્‍ડોઝ, ડોર અને વિવિધ ડિઝાઇન અને કલર સંભાવનાઓની પ્રોડક્‍ટ્‍સની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરે છે. આ લોંચ સાથે હવે ફેનેસ્‍ટા ૯૦૦થી વધુ સ્‍થળો ઉપર ઉપસ્‍થિતિ ધરાવે છે

(3:21 PM IST)