<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

આગામી તા.7થી 15 નવેમ્બર દરમ્યાન યોજાઇ રહેલ વડતાલ દ્વિશતાબ્ધિ મહોત્સવમાં 108 કુંડી મહાવિષ્ણુયાગની જવાબદારી સંભાળી રહેલા તેમજ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીને યજ્ઞકુંડની માહિતી આપતા ધર્મવત્સલદાસજી સ્વામી

અમદાવાદ:  તા. 24 આગામી તા.7થી 15 નવેમ્બર દરમ્યાન પ.પૂ.ધ.ધુ.આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની વડપણ નીચે યોજાઇ રહેલ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવદ્વિશતાબ્ધિ મહોત્સવ પ્રસંગે 108 કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવેલ છે જેની સંપૂર્ણ જવાબદારી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ અને છારોડીએ સંભાળેલ છે જેની તડામાર તૈયારી ચાલી રહી છે. તેમાં ગુરુકુલના સંત શ્રી ધર્મવત્સલદાસજી,આનંદસ્વામી,ગોવિંદભાઇ બારસિયા જગદીશભાઇ મકવાણા વગેરે સેવામાં જોડાયા છેત્યારે સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી વડતાલ દર્શને પધારતા યજ્ઞની તમામ માહિતી આપતા ધર્મવત્સલદસજી સ્વામી કનુભગત

(2:03 PM IST)