તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 30th October 2024
ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદીર ખાતે 10 હજાર દિવડા સાથે દિપોત્સવની ઉજવણી
મંદિર પ્રાંગણમાં દિવડા સાથે ગ્લો ગાર્ડન તૈયાર કરાયું: BAPS સ્વામિનારાયણ મંદીર ગાંધીનગર ખાતે 31 ઓક્ટોબર થી 8 નવેમ્બર સુધી દિપોત્સવની ઉજવણી કરાશે

ગાંધીનગર : પ્રકાશના મહાપર્વ દિવાળીની ગાંધીનગર અક્ષરઘામ ખાતે થઈ ભવ્ય ઉજવણી. ગાંધીનગર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રકાશ પર્વની ઉજવણી. સ્વામિનારાયણ અક્ષરધામ મંદીર ખાતે 10 હજાર દિવડા સાથે દિપોત્સવની ઉજવણી કરવામા આવી હતી. મંદિર પ્રાંગણમાં દિવડા સાથે ગ્લો ગાર્ડન તૈયાર કરાયું છે
. BAPS સ્વામિનારાયણ મંદીર ગાંધીનગર ખાતે 31 ઓક્ટોબર થી 8 નવેમ્બર સુધી દિપોત્સવની ઉજવણી થશે. છેલ્લા 32 વર્ષથી મંદીર ખાતે દિવાળી પર્વ પર દિપોત્સવની થાય છે ઉજવણી. દિવાળીને ધ્યાને રાખી સોમવારે મંદીર દર્શન ચાલુ રહેશે. આગામી 11 નવેમ્બર ના રોજ નીલકંઠ વર્ણીની મૂર્તિની પ્રતિષ્ઠા થશે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
