તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd October 2024
ડિજિટલ અરેસ્ટના દૂષણે માઝા મૂકી: વડોદરાની મહિલા સાથે થયેલા ડિજિટલ અરેસ્ટનો વીડિયો સામે આવ્યો
વાઘોડિયા રોડ પર રહેતી મહિલાને ઘરમાં જ 4 કલાક સુધી હાઉસ અરેસ્ટ રાખી ટોર્ચર કરી: ઠગબાજ નકલી IPS અધિકારી બનીને વડોદરાની શિક્ષિકાને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવી લે છે.

વડોદરા : છેલ્લા ઘણા સમયથી ડિજિટલ અરેસ્ટના દૂષણે માઝા મૂકી છે. ડગલેને પગલે લોકોને હાઉસ અરેસ્ટ કરીને લાખો પડાવતી ગેંગે આંતક મચાવ્યો છે. ડિજિટલ અરેસ્ટના કિસ્સા વધતા પોલીસ પણ દોડતી થઈ છે. ત્યારે પહેલીવાર ડિજિટલ અરેસ્ટનો LIVE વીડિયો સામે આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ વડોદરાની મહિલા સાથે થયેલા ડિજિટલ અરેસ્ટનો વીડિયો સામે આવ્યો.છે વાઘોડિયા રોડ પર રહેતી મહિલાને ઘરમાં જ 4 કલાક સુધી હાઉસ અરેસ્ટ રાખી ટોર્ચર કરી. જુઓ આ LIVE વીડિયોમાં કેવી રીતે ઠગબાજ નકલી IPS અધિકારી બનીને વડોદરાની શિક્ષિકાને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવી લે છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
