તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Tuesday, 22nd October 2024
ઈન્સ્ટા ફ્રેન્ડે બેડરૂમમાં ઘૂસી સગીરાને બાથમાં ભીડી કિસ કરી : માતા આવી જતા અર્ધનગ્ન અવસ્થામાં બાથરૂમમાં છૂપાયો
સુરેન્દ્રનગરના યુવકે રાજકોટમાં અડપલાં કર્યા :પોલીસને ફોન કરવાનું કહેતા મહાવીરસિંહ ઉર્ફે હકાને ઘરની બહાર જ અર્ધનગ્ન અવસ્થામાં બેસાડી રાખ્યો:થેલો ચેક કરતાં તેમાં કૉન્ડોમનું સીલપેક પેકેટ અને છરી મળી આવ્યા

રાજકોટમાં એક દંપતીની દસમા ધોરણમાં અભ્યાસ કરતી 14 વર્ષની દીકરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી સંપર્કમાં આવેલ સુરેન્દ્રનગરના યુવકે ઘરમાં ઘૂસી અડપલા કરતો હતો. સગીરાની માતાએ શખ્સને રંગેહાથ ઝડપી પાડીને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
આ અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજથી પાંચેક મહિના પૂર્વે હું મારા બાળકોને લઈ સુરેન્દ્રનગરના પાટડી ગામે દર્શન કરવા ગઈ હતી. જ્યાં અમે પંદર દિવસ સુધી રોકાયા હતા. મારી દસમા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી અહીં આશ્રમમાં કામ કરતા મહાવીરસિંહ ઉર્ફે હકો વાઘેલા (22)ના સંપર્કમાં આવી હતી. જે બાદ બન્ને મેસેજમાં વાત કરતા હોવાની જાણ થતાં મેં મારા મોબાઈલમાંથી ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન ડિલીટ કરી નાંખી હતી. આ સાથે જ મારી દીકરીને ફોન આપવાનું પણ બંધ કરી દીધુ હતુ. જો કે મારી દીકરી ભણતી હોવાથી તેનું હોમવર્ક મોબાઈલમાં આવતું હોવાથી મેં એક ફોન આપ્યો હતો.
આ દરમિયાન ગઈકાલે બપોરે હું રસોઈ બનાવીને દીકરીને ઘરે એકલી મૂકીને પતિના નાસ્તાના સ્ટોલ પર ગઈ હતી. બપોરે સાડા 3 કલાકે હું ઘરે આવી ત્યારે દરવાજો ખુલ્લો હતો. આથી હું ઘરમાં જતાં મારી દીકરી બેડરૂમમાંથી ઉભી થઈ ગઈ હતી. મને બેડરૂમમાં દીકરી સિવાય અન્ય કોઈ હોવાની શંકા જતાં મેં દીકરીને પૂછતા તેણે કોઈ ન હોવાનું જણાવ્યું હતુ.
આમ છતાં મેં અંદર જઈને જોયું તો મહાવીરસિંહ ઉર્ફે હકો વાઘેલા (રહે.પીપળી ધામ, પાટડી, મૂળ વતન. માણસા, ગાંધીનગર) બેડરૂમના બાથરૂમમાં છૂપાયેલો મળી આવ્યો હતો. જેને બહાર કાઢતા તે અર્ધનગ્ન હાલતમાં હતા. આથી મેં ફોન કરીને પતિને બોલાવ્યા હતા.
પતિએ પોલીસને ફોન કરવાનું કહેતા મહાવીરસિંહ ઉર્ફે હકાને ઘરની બહાર જ અર્ધનગ્ન અવસ્થામાં બેસાડી રાખ્યો હતો. જ્યારે મહાવીરસિંહનો થેલો ચેક કરતાં તેમાં કૉન્ડોમનું સીલપેક પેકેટ અને છરી મળી આવ્યા હતા
આ બાબતે દીકરીને પૂછપરછ કરતાં તેણીએ જણાવ્યું કે, પોતે મહાવીરસિંહને નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી, ત્યારે સોશિયલ મીડિયા સ્નેપચેટ થકી સંપર્કમાં આવ્યા ત્યારથી ઓળખું છુ. અમે ત્યારથી વાતો કરતા હતા.
21 ઑક્ટોબરે મહાવીરસિંહે પોતે રાજકોટ આવ્યો હોવાથી બપોરે મળવા માટે ઘરે આવ્યો હતો. હું સોફા પર બેઠી હતી, ત્યારે તેણે મારી બાજુમાં આવી મને કિસ કરીને બાથમાં ભીડી હતી અને અડપલા કર્યા હતા. હાલ તો પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી મહાવીરસિંહ ઉર્ફ હકો ભુપેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ બીએનએસની કલમ 75 (2) તથા પોક્સો હેઠળ જાતીય સતામણીનો ગુનો નોંધી તેને દબોચી લીધો છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
