<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

વાંધાવાળી જમીન પચાવી પાડવા અમદાવાદમાં નકલી કોર્ટ ઉભી કરાઇ : ધડાધડ ઓર્ડર કરી દેવાયા

નકલી પોલીસ,નકલી આઈપીએસ બાદ હવે નકલી જજ પકડાયો :મોરિસ સેમ્‍યુઅલ ક્રિયન નામના વ્‍યક્‍તિએ આર્બિટ્રેટર બનીને અનેક નકલી કોર્ટ ઓર્ડર આપ્‍યા હોવાનું સામે આવ્‍યું: ધરપકડ

અમદાવાદ,તા. ૨૨: અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્‍યુઅલ ક્રિヘયન નામના વ્‍યક્‍તિએ આર્બિટ્રેટર બનીને અનેક નકલી કોર્ટ ઓર્ડર આપ્‍યા હોવાનું સામે આવ્‍યું છે. તેણે વાંધાજનક જમીનોના અનેક ઓર્ડર કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. સિટી સિવિલ કોર્ટમાં આ મામલો સામે આવતાં રજિસ્‍ટ્રારે મોરિસ સેમ્‍યુઅલ ક્રિヘયન સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ મામલે મોટો ખુલાસો થવાની શક્‍યતા છે.

મોરિસ ક્રિヘયિન નામના વ્‍યક્‍તિ દ્વારા નકલી ઓર્ડરો કાઢવામાં આવ્‍યા જેમાં નકલી જજ દ્વારા  વાંધાવાળી જમીનોના ઓર્ડર કરવામાં આવ્‍યા હતા. આરોપી દ્વારા નકલી લવાદ બનીને વાંધાવાળી જમીનોના અનેક ઓર્ડરો કરવામાં આવ્‍યા. મૂળ જમીન પચાવી પાડવાના હેતુથી આ કાવતરું આરોપીએ ઘડ્‍યું હોવાનું સામે આવ્‍યું છે.

આરોપી દ્વારા પોતાના ક્‍લાયન્‍ટ વિરુદ્ધ ચાલી રહેલ કેસને લઈને બનાવટી સ્‍ટેટમેન્‍ટ બનાવવામાં આવ્‍યા હતા. જોકે તેની કરતૂતને કારણે હાલ તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્‍યો છે. સમગ્ર મામલે આરોપીએ બનાવટી આર્બિટ્રેશન પ્રોસિડિંગ ઉભા કરીને કોર્ટમાં પણ રજૂ કર્યા હતા. કારંજ પોલીસ મથકે સિટી સિવિલ કોર્ટના રજિસ્‍ટ્રાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પોલીસને આ ઘટનાની જાણ થઈ ત્‍યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી મોરિસ ક્રિશ્ચિયનને ઝડપી પાડ્‍યો છે. જોકે આ કેસમાં હવે પોલીસની આગળની તપાસમાં આરોપી દ્વારા વધુ મોટા ખુલાસાઓ થાય તેવી શક્‍યતાઓ પણ સેવાઈ રહી છે.

આરોપીએ ન્‍યાયની કોર્ટ હોય તેવું વાતાવરણ ઉભુ કરી સ્‍ટાફ, વકીલો ઉભા કરી, જજની જેમ વર્તી જાતે જ કલેઈમ સ્‍ટેટમેન્‍ટ અરજી-દાવો તૈયાર કરી, પોતાની પાસે રજૂ કરાવ્‍યો હતો. દરખાસ્‍તમાં દર્શાવેલી જમીન વર્ષો પહેલાથી સરકારીની માલિકીની કિંમતી જમીન હોવા છતાં ફ્રોડ એવોર્ડ હુકમના આધારે દરખાસ્‍તની ખાનગી માલીકીની જમીન ઠેરવવા ફ્રોડ એવોર્ડ હુકમ ઉભો કર્યો હતો. બનાવટી આર્બીટ્રેટર કોર્ટ ઉભી કરનાર સેમ્‍યુઅલ ક્રિશ્વિયન અને તેની સાથે સંકળાયેલ સામે રજિસ્‍ટ્રારે ફરિયાદ દાખલ કરવાની રહેશે.

(2:52 PM IST)