તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
સોમનાથ મહાદેવ મંદિરે આજે અમિતભાઇ શાહના જન્મદિને વિશેષ મહાપૂજા

(દિપક કકકડ દ્વારા) પ્રભાસ પાટણ-વેરાવળ તા. રર :.. વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભારત કેન્દ્રીય ગૃહ - સહકાર મંત્રી ગુજરાતના પનોતા પુત્ર અને સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી અમિતભાઇ શાહના આજે જન્મ દિવસ નિમિતે સોમનાથ મંદિર ખાતે સ્થાનીક કચેરી તરફથી દીર્ઘ આયુષ્યમાન મંત્રજાપ, વિશેષ મહાપૂજા, સંધ્યા દિપમાળાનું સવારે આયોજન કરાયેલ છે. કાર્યક્રમ પૂર્ણ થયે તેઓને સંદેશા વ્યવહારથી અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ તેમના પ્રત્યેક ટ્રસ્ટી - અધ્યક્ષના જન્મ દિવસે કરાતી આ વિશેષ પૂજાની પરંપરા છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
